Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં બીપીએલ અને નોન એનએફએસએ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ

સુરેન્દ્રનગર,તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લા ઙ્ગપુરવઠા અધિકારીશ્રીની જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-૨,૩૨,૪૭૮ બીપીએલ અને નોન એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા.૨૬સુધીમાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ઙ્ગઅન્ન યોજના' (PMGKY) હેઠળ વાજબી ભાવની દુકાનેથી વ્યકિત દીઠ દ્યઉં-૩.૫ કી.ગ્રા., ચોખા-૧.૫ કી.ગ્રા. તથા કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. ચણાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

આ રેશનકાર્ડ ધારકો પૈકી જે કાર્ડધારકના છેલ્લો અંક  ૩ હોય તેમણે તા.૧૯ના રોજ, રેશનકાર્ડનો છેલ્લો અંક ૪ હોય તેમણે તા.૨૦/૫/૨૦૨૦ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૫ હોય તેમણે તા.૨૧ ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૬ હોય તેમણે તા.૨૨ ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૭ હોય તેમણે તા.૨૩ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૮ હોય તેમણે તા.૨૪ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૯ હોય તેમણે તા.૨૫ના રોજ, જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૦ હોય તેમણે તા.૨૬ના રોજ અનાજનો જથ્થો મેળવવા સારૂ વાજબી ભાવની દુકાને જવાનું રહેશે.

અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ AAY, PHH  તથા NON-NFSA BPL રેશનકાર્ડ ધારક ઉપરોકત જણાવ્યા મુજબની તારીખોમાં જથ્થો મેળવી ન શકે તો તેઓએ તા.૨૭/૫/૨૦૨૦ના રોજ જથ્થો મેળવવાનો રહેશે. જથ્થો મેળવવા સારૂ રેશનકાર્ડ ધારકોએ કાર્ડદિઠ એક જ વ્યકિતએ જવાનું રહેશે. તેમજ જે વ્યકિત અનાજનો જથ્થો મેળવવા જાય તેમણે ઓરીજનલ રેશનકાર્ડ તથા આધારકાર્ડ બિનચુક સાથે લઈ જવાના રહેશે. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા સહી કરવા સારૂ દરેક લાભાર્થીઓએ બોલપેન સાથે રાખવાની રહેશે.

વધુમાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજ'  હેઠળ માહેઃ-એપ્રિલ-૨૦૨૦ માસ માટેની તુવેરદાળનું વિતરણ માહે મે-૨૦૨૦ માસ દરમ્યાન કરવામાં આવનાર વિતરણ સાથે કરવામાં આવશે.

(12:05 pm IST)