Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મોરબીના આમરણ નજીક બે ટ્રક અથડાતા એકને ઇજા

મોરબી,તા.૧૮: આમરણ ગામ નજીક આજે વહેલી સવારના સુમારે ટ્રક અને મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે મીની ટ્રક અને ટ્રકની કેબીના બુકડા બોલી ગયા હતો તો આવા ભયંકર અકસ્માત છતાંપણ સબનસીબે માત્ર એક જ વ્યકિતને સામાન્ય ઈજા થઇ હતી અને ઈજા પામનાર મધુભા રામભા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું તો ધટનાની જાણ થતા ૧૦૮ ટીમના નિતેશભાઈ અને ભાવેશભાઈ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત મધુભાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

(12:02 pm IST)