Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ભાવનગર તળાજાના અનેક ગામડાઓમાં પીવાના પાણીનો પોકારઃ ધારાસભ્યનું આંદોલનનું રણશીંગુ

પા.પૂ મંત્રી, સાંસદએ ગામડાઓની મુલાકાત લઈ વાસ્તવિકતા જાણી અઠવાડિયામાં પ્રશ્ન દૂર થઈ જશેઃ પા.પૂ.અધિકારી

ભાવનગર, તા.૧૮: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ જેટલા ગામડાઓમાં પીવાના પાણી નો પોકાર ઉઠ્યો છે. આ ગામડાઓમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડવા માં આવી રહયુ છે. પાણી ની હાડમારી વીસેક દિવસ થી છે. છતાંય તંત્રની બેદરકારી ના પાપે ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ પાણી મામલે પાણીદાર ચીમકી આપી છેકે ટુક સમયમાં પોટના વિસ્તારમાં પાણી લોકો સુધી નહિ. પહોંચેતો લોકડાઉન હોવા છતાંય ભાવનગર કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આપતો પત્ર પાણી પુરવઠા મંત્રી ને મોકલવામાં આવ્યો છે.

સાંસદ ભારતીબેન શિયાળ ના પી.એ તુલસી મકવાણા એ જણાવ્યું હતુંકે પા.પૂ.મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ શિયાળ દ્વારા દ્યોદ્યા,તળાજા તાલુકાના ગામડાઓની પાણીનીં સ્થિતિ મામલે મુલાકાત લેવામાં આવી હતી. ગામડાઓમાં પાણી.ની તકલીફ દૂર કરવામાટે જે કઈ કરવું પડે તે માટે સંબધિત તંત્ર ને સૂચના આપવામાં આવી હતી. જોકે પા.પૂ.મંત્રી નો પ્રવાસ બે દિવસ નો હોવા છતાંય અહીં અમુક લોકોનેજ ખબર પડી હતી. કારણ એવું જાણવા મળેલ છેકે પસ્વી સહિતના સમ્પ ખાતે મોટાભાગની મશીનરી ખરાબ થઈ ગયેલ હોય વાસ્તવિકતા બહાર ન આવે તેમાટે મંત્રી ની મુલાકતનો કાર્યક્રમ ઓછો જાહેર કરેલ હતો.

તળાજા પા.પૂ.વિભાગના અધિકારી વેદાણી એ જણાવ્યું હતુંકે વીસેક ગામડાઓમાં પાણી ની તકલીફ છે.પમ્પ રીપેર કરવા મોકલ્યો છે. અમુક રિપેરિંગ કામ અહીં થાય છે. જયાં લાઈનો તૂટી હતી ત્યાં વેલ્ડીંગ કામ ચાલુ કરવામાં આવ્યૂ છે. એક અઠવાડિયામા પ્રશ્ન હલ થઈ જશે.(૨૩.૧૦)

તંત્રને જયારે ફોન કરીએ ત્યારે રીપેરીંગનું બહાનું: હનુભાઈ પરમાર

તળાજા તાલુકા કોંગ્રેસના આગેવાન, યાર્ડના ડિરેકટર હનુભાઈ પરમાર એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણી પુરવઠા મંત્રી જાત તપાસે હતા ત્યારેજ વિસથી વધુ ગામડાઓમાં વિસ દિવસ થી લોકો પાણી વગર ટળવળી રહ્યા હતા. આના કારણ માં જણાવ્યું હતુંકે જયારે અધિકારીઓને ફોન કરીએ ત્યારે એક જ જવાબ મળે રીપેરીંગ કામ શરૂ છે,મશીનરી ખરાબ થઈ ગઈ છે.

(11:59 am IST)