Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

જામનગરમાં ગઈકાલે દિપકની હત્યા કરનાર દિપેશને ગણતરીના કલાકોમાં દબોચી લેતી પોલીસ

જામનગર, તા. ૧૮ :. ગઈકાલે જામનગરમાં દિપક ભાનુશાળી નામના વ્યકિતની હત્યા કરનારા દિપેશ કનખરા નામના આરોપીને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.

આ અંગે પોલીસે સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ ''ગઇ કાલે તા.૧૭ના સાંજના સમયે જામનગર સાત રસ્તા સર્કલ પાસે મરણ જનાર દિપક પ્રભુદાસ જોઇસર ભાનુશાળીનુ આરોપી દિપેશ વિનોદભાઇ કનખરાએ જુની અદાલતના કરણે છરી વડે ગંભીર ઇજા કરી ખુન નીપજાવી ગુન્હો આચરી આરોપી નાશી ગયેલ હતા.

દરમિયાન પોલીસ અધિક્ષક શરદ સિંઘલએ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. આર.એ.ડોડીયાને આ ગંભીર ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ આર.બી. ગોજીયા તેમજ પો.સબ.ઇન્સ. કે.કે.ગોહીલએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યરત થયા હતા. અને આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર વોચ રાખી હતી. તે દરમ્યાન આરોપી દિપેશને ગણત્રીની કલાકોમાં જામનગર શહેરમાંથી પકડી પાડી રાઉન્ડઅપ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. શ્રી.આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ, તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ,ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા,લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ બી.જાડેજા, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ એસ.જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

(3:42 pm IST)
  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST

  • માઉન્ટ એવરેસ્ટ ચઢતા વધુ બે પર્વતારોહકોના મોત : મૃતકોમાં એક ભારતીય જવાન access_time 3:28 pm IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST