Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

જામનગરમાં માનસિક બિમારીથી ત્રાસેલ મહિલાનો ચોથા માળેથી કૂદીને આપઘાત

જામનગર તા. ૧૮ : અહીં દિવ્યમ વિલા વિજયનગર સોસાયટીમાં રહેતી શિવાની અતુલભાઈ રાજાણીએ પોલીસમાં જાહેર કરેલ છે કે,  તેમની માતા ભાવનાબેન અતુલભાઈ રાજાણી ઉ.વ. પ૩ એ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુકતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં મરણ ગયેલ છે.

રસોઈ બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું મોત

સીટી બી ડિવિઝનના એચ.બી.પાંડવએ જાહેર કરેલ છે કે, સંતોકબા બ્રિજરાજસિંહ જાડેજા ઉ.વ. ર૧ લાખાબાવળ ગામે પોતાના ઘરે પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતા ફુંક મારતા હતા. અકસ્માતે પહેરેલ કપડાને પ્રાઈમસની જાળ અડી જતા કપડા સળગતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર બાદ તેણીનું મૃત્યુ નિપજેલ છે.

બસ પલ્ટી ખવડાવી ઈજા કર્યાની રાવ

અહીં પંચ એ-પોલીસ સ્ટેશનમાં મંજુબેન ભીખાભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મંજુબેનનો દિકરો રાહુલ તથા ફરીયાદી મંજુબેનનો ભાઈ રમેશભાઈ ગાંડુભાઈ બસમાં બેસીને જતા હતા ત્યારે સપડા ગામના પાટીયા પાસે બસ નં. જી.જે.–૧૧ – ઝેડ–૯૩પપ ના ચાલકે બસને પલ્ટી ખાવડાવી હોય ત્યારે રાહુલને જમણા હાથમાં ફેકચર થયેલ અને અન્ય માણસોને નાની મોટી ઈજા કરી ગુનો કરેલ છે.

મકાનની વારસાઈ અંગે જુનો ખાર રાખી મારમાર્યાની રાવ

અહીં પંચ-એ પોલીસ સ્ટેશનમાં દિપક કિશનભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિપકભાઈ અને આરોપીઓ છગનભાઈ તેજાભાઈ પરમાર, દિનેશ છગનભાઈ પરમાર, હીરાબેન છગનભાઈ તેજાભાઈ પરમાર ને વારસાઈ મકાનના દુઃખ ના કારણે આરોપી છગનભાઈએ ફરીયાદી દિપકને તથા સાહેદોને બોલી ફરીયાદી દિપકભાઈના પિતા કિશનભાઈ ને ઢસડી પછાડી દેતા આરોપી દિનેશ છગનભાઈ  એ કુહાડી નો એક ઘા માથામાં મારતા ઈજા થયેલ અને સાહેદ જગદીશ કિશનભાઈને આરોપી છગનભાઈએ તલવારનો એક ઉંઘો ઘા માથામાં મારેલ તેમજ ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજાઓ  કરેલ અને સાહેદ પાલુબેનને આરોપી હિરલબેને લાકડાના ધોકાનો એક ઘા જમણા હાથમાં મારતા ફેકચર ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ધરારનગરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ : એક ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ કનકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–૧, કાસમ જીવા જોખીયાની સામેની ગલીમાં, અબ્રાહીમભાઈની દુકાનની સામે, જામનગર માં આ કામના આરોપીઓ ભાવનાબેન સવસીભાઈ ચકુભાઈ ઝીઝુવાડીયા, શકીલાબેન શબીરભાઈ ગુજમીયા કાદરી, સલમાબેન શીવરાજભાઈ હાજીભાઈ હાલેપોત્રા, માયાબેન રમેશભાઈ દેવશીભાઈ બાવરીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી ગંજીપતાના પાના સાથે રોકડા રૂ.ર૧,૮૯૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી ફારૂક કાદર ધુધા ફરાર થઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરદીપભાઈ ભરતભાઈ ધાંધલ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–સાતનાલાની બાજુમાં, આ કામના આરોપી ગફાર મુસાભાઈ ખફી રે. જામનગરવાળો જાહેરમાં વલી મટકાના આંકડા  લખી લખાવી  રૂ.૧૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:25 pm IST)
  • અમદાવાદના એરપોર્ટ પર દાણચોરીની તપાસમાં ઇડી જોડાશેઃ બે દિવસ પહેલા ડ્રોન કેમેરાની દાણચોરીનો પર્દાફાશ થયો હતોઃ ડીઆઇ અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાં ખુલાશો access_time 3:29 pm IST

  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST

  • અલવર જિલ્લામાં ફરીવાર સગીરા સાથે સામુહિક બળાત્કાર :એક આરોપીને લોકોના ટોળાએ પીટાઈ કરીને મારી નાખ્યો : અન્ય બે આરોપીઓ ભાગી ગયા access_time 1:20 am IST