Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

જામનગરમાં ૧૨ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારનારને ઝડપી લેવા માંગણી

જામનગર, તા. ૧૮ :. કેતન સોસાયટી વિસ્તારમાં તા. ૧૩-૫-૨૦૧૯ના રોજ ૧૨ જેટલા કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. જેનાથી જીવદયાપ્રેમીઓમાં તીવ્ર આક્રોશ સાથે ગમગીનીની લાગણી ફેલાય છે.

દરેક પશુ પ્રત્યે દયાભાવ રાખવાનો તેનું રક્ષણ કરવાનો અને પશુઓને પણ પોતાનું જીવન જીવવાનો અધિકાર ભારતના બંધારણે આર્ટીકલ-૨૧થી આપેલો છે.

આ ગુન્હાહીત કૃત્યનો ભોગ બનનાર પોસ્ટમોર્ટમ કરાવી જવાબદાર લોકો સામે આઈ.પી.સી.ની સેકશન ૪૨૯ તથા ધી પ્રિવેન્શન ઓફ ફૂઅલ્ટી ટૂ એનીમલ એકટ મુજબ કાર્યવાહી કરી આ ઘાતકી કૃત્ય કરનારને સત્વરે પકડી પાડી ફરીને આવી ઘટનાના ઘટે તે રીતે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ વિજય ઝવેરીએ જણાવ્યુ છે.

(1:24 pm IST)
  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • નવી નંબર પ્લેટ નહિ લગાડનારા સામે આકરા પગલા શરૂ : અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ ન લગાવનાર સામે તવાઇઃ શહેર પોલીસે આરટીઓની સંયુકત કામગીરીને ૨૦૦થી વધુ વાહનો ડિટેઇન કર્યા access_time 1:16 pm IST

  • સજાતીય લગ્નને તાઇવાન પાર્લામેન્ટની મંજૂરી : 66 વિરુધ્ધ 27 મતથી બિલ મંજુર : આવા લગ્નોને મંજૂરી આપનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો : પાર્લામેન્ટ બહાર LGBT સમૂહએ જશ્ન મનાવ્યો access_time 8:06 pm IST