Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લખતરમાં માતાની નજર સામે પુત્રએ પ્રાણ ખોયા

લખતરના સી. એન. જી. પમ્પ પાસે કડુ ગામનો યુવાન દીપકભાઇ દિલીપભાઇ ઉર્ફે દિલભાઇ મકવાણા ચુ. કોળી ઉ.૧૯ પોતાની માતા ગીતાબેન દિલીપભાઇ ઉર્ફે દિલાભાઇ મકવાણા ચુ. કોળી ઉ.૪પ સાથે લખતર ઘરકામ અર્થે આવી રહ્યા હતાં. ત્યારે સુરેન્દ્રનગર થી વિરમગામ તરફ જઇ રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. તેમાં કડુના યુવાન દિપક દિલીપભાઇ મકવાણાનું ઘટના સ્થળે તેની માતા ગીતાબેન સામે કમકમાટી ભર્યુ મોત થયું હતું. જયારે અકસ્માત થતા યુવકનું બાઇક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ લખતર પોલીસને કરતા તુરંત ઘટના સ્થળે દોડીને યુવાનની લાશને પી.એમ. માટે લખતર સી. એચ. સી. અને માતાને સામાન્ય ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડી હતી. જયારે ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી છૂટયો હતો. બાદમાં પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધી ડમ્પરને લખતર પોલીસ સ્ટેશનમાં સોંપી ડમ્પર ચાલકને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

(1:21 pm IST)
  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST

  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • માઉન્ટ એવરેસ્ટ ચઢતા વધુ બે પર્વતારોહકોના મોત : મૃતકોમાં એક ભારતીય જવાન access_time 3:28 pm IST