Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમિત શાહે સોમનાથ મહાદેવની હેલિકોપ્ટર દ્વારા કરી પ્રદક્ષિણા : પરિવાર સાથે કર્યા દર્શન

વેરાવળ તા. ૧૮ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. લોકસભાની સાત પૈકીના છ તબક્કાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ૧૯મીએ છેલ્લા તબક્કાના મતદાન પહેલા અમિતભાઇ શાહે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં છે. અમિતભાઇ શાહે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મહાદેવની પ્રદક્ષિણા કરી છે. અમિતભાઇ શાહેઙ્ગ મંદિરે પહોંચીને સોમનાથ દાદાનાં દર્શન અને વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી.  દર્શન કરવા માટે અમિતભાઇ શાહ સાથે પત્ની,  પુત્ર,  પુત્રવધૂ અને પૌત્રી હાજર રહ્યાં હતાં.

(1:19 pm IST)
  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST

  • દક્ષિણ આંદામાનનો દરિયો, દક્ષિણ બંગાળના અમુક ભાગો અને નિકોબારના ટાપુમાં પણ પ્રવેશ : ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ છે : ચોમાસુ પવનો દક્ષિણ આંદામાનના દરિયામાં મજબૂત થયા : વાદળો તેમજ વરસાદ પણ વધ્યો : સાથે ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.નું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન આંદામાનના દરિયામાં છે. જેથી આજે ૧૮ મેએ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાનના દરિયામાં, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગમાં તેમજ નિકોબાર ટાપુમાં પ્રવેશ કર્યો છે. ચોમાસુરેખા શ્રીલંકાની દક્ષિણેથી શરૂ થઈ ૮૦ ડિગ્રી ઈસ્ટ અને શ્રીલંકાની દક્ષિણેથી ચાલુ થઈ અને ૧૩ ડિગ્રી નોર્થ અને ૯૯ ડિગ્રી ઈસ્ટ સુધી લંબાય છે. access_time 3:26 pm IST

  • અમદાવાદના એરપોર્ટ પર દાણચોરીની તપાસમાં ઇડી જોડાશેઃ બે દિવસ પહેલા ડ્રોન કેમેરાની દાણચોરીનો પર્દાફાશ થયો હતોઃ ડીઆઇ અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાં ખુલાશો access_time 3:29 pm IST