Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોરબી જીલ્લા સિંચાઇ યોજના ના ગેરરીતી પ્રકરણમાં નિવૃત ઇજનેરના જામીન મંજુર

રાજકોટ તા ૧૭  : મોરબી જીલ્લામાં સિંચાઇ યોજનામાં લાખો રૂપિયાની ગેરરિતી પ્રકરણમાં નિવૃત અધિક મદદનીશ ઇજનેરના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કરેલ હતો.

મોરબી સીટી '' એ'' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા ૨૭/૦૯/૨૦૧૮ ના રોજ ફરીયાદી સતિષ પ્રેમબિહારી ઉપાધ્યાય, કાર્યપાલક ઇજનેર દ્વારા એ મતલબની ફરીયાદ નોંધાવવામાં આવેલ કે, આરોપીઓએ પોતના રાજય સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરીને એકબીજા સાથે મીલાપીપણા કરી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાના અંગત ફાયદા સારૂ સરકારશ્રીની નાની સિંચાઇ યોજના અંતર્ગત અલગ અલગ જળસંચયના સ્ત્રોતોના કામોમાં ખોાટા નકશા, અંદાજો તથા ખોટા માપો, ખોટા બીલ બનાવીને તેને ખરા તરીકે સરકારશ્રીમાં મોકલી સરકારશ્રીના કુલ ૩૩૪ કામો પૈકી મોરબી જીલ્લામાં થયેલ ૪૬ કામોમાં ગેરરીતી આચરી અંદાજીત રૂા ૬૬,૯૧,૭૯૨/ની માતબર રકમની ઉચાપત અંગે આરોપીઓ તરફે સી.ડી. કાનાણી અને ચેૈતન્ય પંડયા સામે ફરીયાદ કરવામાં આવેલ.

આ બનાવ અનુસંધાને નિવૃત અધિક મદદનીશ ઇજનેર રામજીભાઇ કાનજીભાઇ વાદીની ધરપકડ કરવામાં આવતા, જેઓને મોરબીના સેશન્સ અદાલત સમક્ષ તેઓના એડવોકેટશ્રી મારફત એવી રજુઆત કરેલ. આ ગુન્હાના કામમાં અન્ય આરોપીઓ જામીન મુકત થયેલ હોય, જેથી સમાનતાના ધોરણે અરજદાર/આરોપીઓને જામીન ઉપર મુકત કરવા વિનંતી કરેલ હતી.

આ કામમાં બંને પક્ષકારોની દલીલો, પોલીસ તપાસના કાગળો તથા સોગંદનામાન ે ધ્યાને લઇ  મોરબીના સેશન્સ જજ શ્રી આર.એ. ઘોઘારી એવા મંતવ્ય ઉપર આવેલ કે, સદરહુ ગુન્હામાં અન્ય તહોમદારોને જામીન મુકત કરેલ છે. ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓમાં પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંતોને ધ્યાને લઇ હાલના અરજદાર/આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં અરજદાર/આરોપીઓ વતી એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ્વર એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજસ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલા હતા.

(11:44 am IST)