Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

તળાજાના જુના રાજપર ગામે યુવાનના પ્રેમની સજાઃ ભાઈ માતાને ઘરમાં આવી માર માર્યો

તળાજા, તા.૧૮: તળાજાના દાઠા પોલીસ મથક નીચે આવતા જુના રાજપરા ગામે રાત્રીના સમયે ઘરે આવી માતા પુત્ર પર ગામના જ પાંચેક વ્યકિત એ હુમલો કરી મૂંઢ ઇજાઓ કરી હતી. હુમલા પાછળનું કારણ યુવાનનું પ્રેમ પ્રકરણ હોવાનંુ જણાવ્યું હતું.

ઉપરોકત ઘટના બાબતે તળાજા ૧૦૮ દ્વારા ગોપનાથ નજીક ના જુના રાજપરા ગામે રહેતા પરેશ ભુપતભાઈ ચૌહાણ, મંજુબેન ભુપતભાઇ ચૌહાણને મૂંઢ મારની ઇજાઓ સાથે રાત્રીના ૧૨.૩૦ ના સુમારે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. પરેશ ચૌહાણ એ જણાવ્યું હતુંકે પોતાના મોટા ભાઇના એક યુવતી સાથેના પ્રેમ સંબધ બાબતે દાઝ રાખી ગગજીભાઈ, વનરાજ,ગવાભાઈઅને નિતેશ નામના વ્યકિતઓ એ ઘરે આવી મારમારેલ હતો.

(11:43 am IST)
  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST