Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મેંદરડા ફન સીટી માર્કેટમાં કેરીની આવક વધી, ભાવ પણ ઘટી ગયા

મેંદરડા, તા., ૧૮: મેંદરડા ફનસીટી માર્કેટમાં કેરીની આવકમાં વધારો થયો છે. આમ દર વખત કરતા આ વખતે કેસર કેરી માર્કેટમાં ૧૦ દીવસ મોડી આવી છે. વાતાવરણને લઇ કેરીની આવક પણ આ વખતે ઓછી છે. આર.કે.દલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ર૦૦૦ બોક્ષની અત્યારે રોજની આવક છે. હજુ પણ બે દિવસમાં વધુ આવક થશે. મેંદરડા ફન સીટી માર્કેટમાં કેસર કેરીની વધારે આવક શરૂ થતા જ શરૂઆતમાં જે કેરીના ભાવ રૂ. પ૦૦૦ થી ૧૦૦૦૦ બોલાયા એ જ ભાવ અત્યારે ૩૦૦ થી ૬પ૦ સુધી બોલાયા છે.

મોટા હબની કીંમત રૂ. ૪૦૦ થી ૬પ૦ સુધી તેમજ પ કીલો બોક્ષના ર૦૦ થી ૪૦૦ સુધી અને પાકી કેરી જેને સાખુ કેવામાં આવે તેના ર૦૦ થી ૪પ૦ સુધી ભાવ બોલાયા હતા. હજી પણ જેમ કેરીની આવક શરૂ થશે તેમ ભાવ ઓછો થાશે.

(11:41 am IST)