Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વિડીયો : ભાવનગરના મથાવડાના લંપટ શિક્ષક ગીરીશ રાવલની જાહેરમાં સરભરાઃ પોલીસે ઉઠક-બેઠક કરાવી ગામમાં સરઘસ કાઢ્યું

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીરીશ રાવલે અેક વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લઇ તખતગઢ ગામની સીમમાં લઇ જઇને તેની સાથે દુષ્‍કર્મ આચરતા આ શખ્સ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી શિક્ષક ગીરીશ રાવલની ધરપકડ કરી હતી. 

પોલીસે હવસખોર શિક્ષકને દોરડેથી બાંધીને જાહેરમાં સરભરા કરી હતી અને ઉઠક-બેઠક કરાવી હતી, અને પછી લાકડીથી ફટકાર્યા બાદ પોલીસે તેનું ગામમાં સરઘસ કાઢ્યુ હતું.

 

(8:01 pm IST)