Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

નારણપર અને લાવડીયા ગામે બેભાન થઇ જતા બે ના મોત

ભાવનગર પરણેલી સ્ત્રીની જામનગર પોલીસમાં અન્ય સ્ત્રી સાથે સબંધ ધરાવતા પતિ સામે સામે ત્રાસની રાવ : શંકાના આધારે છરી ઝીંકી

જામનગર તા. ૧૮ : જામનગર તાલુકાના નારણપર ગામે રહેતા લલીત લખુભાઈ નંદા ઉ.વ. ૪પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે,  હેમતભાઈ કેશુભાઈ નંદા ઉ.વ. ૪પ ને વાડીમાં કામ કરતા બેભાન થઈ જતાં હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

લાવડીયા ગામે રહેતા સુમિત નવીનભાઈ ભદ્રા ઉ.વ. ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, નવીનભાઈ ગોવિંદભાઈ ભદ્રા ઉ.વ. ૬ર પોતાના ઘરે એકાએક બેભાન થઈ જતા હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

અહીં મહીલા પોલીસ સ્ટેશનમાં કિંજલબેન હાર્દિક નલિનભાઈ ભટ્ટ એ ફરીયાદ નોંધાવી છે કે, નિલમબાગ પાસે, તળાજા રોડ, ભાવનગર મુકામે પતિ હાર્દિક નલીનભાઈ ભટ્ટ, સસરા– નલીનભાઈ જીવરાજભાઈ ભટ્ટ, સાસુ – ભાવનાબેન નલીનભાઈ ભટ્ટ રે. ભાવનગરવાળા એ ફરીયાદી કિંજલબેનને વધુ દાગીના અને ફર્નીચર બનાવીને લાવવાનું જણાવી માંગણી કરી અને ફરીયાદી કિંજલબેનના પતિ હાર્દિક દ્વારા અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી ફરીયાદી કિંજલબેનને પત્ની તરીકે ન રાખી શારીરીક માનસીક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આીપ મારકુટ કરી જતા રહેવાનું કહી આરોપીઓ એ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

હુમલો કર્યાની રાવ

અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઉત્સવભાઈ નિતિનભાઈ દોંગા એ ફરીયાદ નોંધાવી છે કે, જૈન હોસ્ટેલ, ઈન્કમ ટેક્ષ ઓફીસ પાછળ, આ કામના સાહેદ તથા વિધાર્થીઓ જૈન હોસ્ટેલમાં રહેતા હોય દોઢેક માસ પહેલા રાત્રીના વખતે રજા વગર ગૌરવગીરી જયસુખગીરી બાવાજી રે. જામનગરવાળો, મુળ વતન ઘુસીયા તા. તાલાળા વાળો તથા સાહેદો હોસ્ટેલની વંડી ટપી બહાર જઈ પાછા આવેલ તેની હોસ્ટેલના રેકટરને જાણ થતા ઠપકો આપી આ વિધાર્થીઓ ના વાલીને જાણ કરતા આ બાબતે સાહેદ શિવમ એ રેકટરને ઉપરોકત વિધાર્થીઓ વંડી ટપી ગયા આવ્યાની જાણ કરેલાની શંકા આ કામના આરોપી ગૌરવગીરી ન હોઈ જેથી આ કામના આરોપી ગૌરવગીરી એ સાહેદ શિવમ ને ભૂંડી ગાળો આપી થપ્પડ મારી તમજ રેકટરને જાણ કરેલ છે સાચુ બોલી જા એમ કહેતા શિવમએ આનાકાની કરી પોતા જાણ કરેલા ની ના પાડતા આ કામના આરોપી ગૌરવગીરી એ પોતાની પાસેની છરી થી સાહેદ શિવમ ને મારી નાખવા સારું આડેધડ છરી ના ઘા મારી સાહેદને ડાબા કાનની પાછળ તથા ખંભા ઉપર તથા વાસામા જીવલેણ ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.

(1:32 pm IST)