Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સુરેન્દ્રનગરનાં તાજપર ગામમાં જુગાર રમતા ૭ શખ્સોની ધરપકડ

વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણી દ્વારા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના તાજપર ગામે રાયાભાઈ ખોડાભાઈ ગાબુ ના મકાન પાસેના ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. ૧૩,૮૦૦/- તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૭ આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ર્બામણબોર પોલીસ સ્ટેશનર્નાં પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ર્ચોટીલા તાલુકાના તાજપર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) રાયાભાઇ ઉર્ફે સંજય ખોડાભાઈ ગાબુ (૨) હર્ષદ ઉર્ફે વર્ષો હમીરભાઈ ગાબુ (૩) વિનુભાઈ ભીમાભાઇ ગાબુ (૪) વીનાભાઈ દાનાભાઈ ગાબુ (૫) મોહનભાઈ કરમશીભાઈ દુમાદિયા (૬) તેજાભાઈ સગરામભાઈ ડેડવાણીયા તથા (૭) દિનેશભાઈ પેમાભાઈ ગાબુ રહે બધા તાજપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૧૩,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૭ કિંમત રૂ. ૬,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૧૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકર્ડીં પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ઘ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. દિલીપભાઈ હરિભાઈ એ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:26 pm IST)