Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો પ્રારંભ

કેશુભાઇ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાની ઉપસ્થિતિ : ત્રણદિવસ સુધી અનેકવિધ મુદ્દે ચર્ચા - વિચારણા

વેરાવળ તા. ૧૮ : આજથી સંસ્કૃત યુનિવર્સિટીમાં ૪૯મી ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે.

ઉદ્ઘાટનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ કાર્યક્રમમાં, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય અતિથિ તરીકે, કુલપતિ પ્રો. અર્કનાથ ચૌધરી,  ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પંકજ જાની પ્રાચ્યવિદ્યા સંમેલનના અધ્યક્ષ પ્રો.ચંદ્રકાંત શુકલા, AIOC સંમેલનની સભામાં જનરલ  મહાસભાના સચિવ પ્રો.સરોજા ભાટે, ૪૯મી AIOC સંમેલનના સ્થાનિક સચિવ પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય, યુનિવર્સિટીના કા.કુલસચિવ પ્રો.મહેન્દ્રકુમાર દવે ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો ઇતિહાસ ખૂબ જૂનો છે, સત્ય પૂછો તો અંગ્રેજોના રાજનીતિના અંતિમ તબકકામાં અબ્રાહમ રોજરે (૧૬૫૧) ભર્તૃહરિનાં કેટલાંક પદ્યોનું પોર્ટુગીઝમાં અનુવાદ થયેલ હતું. ત્યારબાદ ધીમે ધીમે બ્રિટિશ શાસનને સ્થાયી કરવા માટે (૧૬૦૦ ઇસ્ટ ઇન્ડિયા કંપની) વોરન હેસ્ટિંગે આ વિચાર કર્યો હતો કે પ્રથમ રાજયપાલ ભારતીય સંસ્કૃતિનો આધારભૂત વેદાદિ શા સ્ત્રની ભાષા સંસ્કૃત અભ્યાસ પર ભાર આપવો જોઇએ.  એ જ ક્રમમાં સર વિલિયમ જોન્સ ભારતના ન્યાયમૂર્તિ બન્યા અને તેમણે પંડિતો પર નિર્ણયો લેવા આધારિત રહેવું પડતું, જેમાં મુશ્કેલી પડતી હતી. આ જ ક્રમમાં સંસ્કૃતનો અભ્યાસ કરવો જેમતેમ  આગળ વધતો ગયો. પછીથી જયારે આ પાશ્ચાત્ય વિદ્વાનોને સંસ્કૃતમાં માનવતાના સિદ્ઘાન્તો અને વિજ્ઞાનને સંસ્કૃતમાં માનવતાના સિધ્ઘાંતો અને વૈજ્ઞાનિકોમાં સમજ આવી ત્યારે તેઓને વિશેષ પરિબળ મળ્યું જે આગળ ૧૮મી શતાબ્દીમાં “ Internal Congress of Orientalises “ તરીકે સંસ્થાના રૂપમાં ઉદ્ભવ્યું છે. ત્યાર પછી આ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો જન્મ થયો હતો. જેના પ્રથમ સભાપતિ સર રામકૃષ્ણ ભંડારકર હતા અને તેનું સૌપ્રથમ સંમેલન શિમલામાં ૧૯૧૯માં થયું. એનું સાતમું અધિવેશન વડોદરામાં થયું  હતું  ત્યારબાદ તેના સ્વરૂપમાં પરિવર્તન થતું ગયું જેની આધુનિક સ્વરૂપે સંમેલનનું આયોજન લગભગ ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં બન્યું હતું. આ ૪૯મી ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન છે જેના જનરલ પ્રેસિડન્ટ પ્રો.ચંદ્રકાંત શુકલા, વાઇસ પ્રેસિડન્ટ પ્રો.રમાકાંત શુકલા, જનરલ સેક્રેટરી પ્રો.સરોજા ભાટેજી, લોકલ સેક્રેટરી પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય અને એડીશનલ લોકલ સેક્રેટરી ડા.જાનકીશરણ આચાર્ય છે.

સંસ્કૃત-પાલી, પ્રાકૃત, અરબી, ઇસ્લામિક અને ઈરાનીયન અભ્યાસની સાથે ભૌતિકશાસ્ત્ર સહિત સંસ્કૃત અને કોમ્પ્યુટર, પર્શિયન અધ્યયન  અને ગુજરાતી સાહિત્ય પણ સામેલ છે, જેમાં અલગ અલગ વિભાગીય સભાપતિ છે, જેમાં લગભગ ૮ થી ૮૦૦ વિદ્વાનોએ પોતાના સંશોધનપત્ર આપેલ છે. આ સંમેલન ૧૮ થી ૨૦ મે સુધી ચાલશે.

(1:22 pm IST)