Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ભુજમાં રાજકોટ ના યુવાન રાહુલ મહેન્દ્ર પાટડીયા ઉપર હુમલો

તા.૧૮: સામાન્ય બોલચાલ અને માથકુટના મુદે ભુજના જાહેર માર્ગ ઉપર રાજકોટ ના યુવાન ઉપર હુમલો કરાયો હતો.

ભુજ ના તુફાન જીપના સ્ટેન્ડ પાસે રાજન શો રૂમ નજીક રાજકોટના રાહુલ મહેન્દ્ર પાટડીયા નામના ૩૦ વર્ષીય યુવાન ઉપર મામદ ઉર્ફે કાળો ડોન નામના શખ્સે હુમલો કરીને માથામાં લોખંડનો પંચ ફટકારી ઇજા પહોંચાડી હતી.

એક અઠવાડીયા અગાઉ થયેલ માથાકુટનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ તપાસ ચાલુ છે.

(12:05 pm IST)