Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જોડીયામાં પછાત વાલિઓ પાસે થી વિદ્યાર્થીઓના નામે 'ફી' નો મામલો

જોડિયા તા ૧૭ :  રાજયની ખાનગી શાળાઓમાં 'ફી' નામામઇ વાલિઓ-શાળા અને સરકાર વચ્ચે તકરાર ચાલૂ છે તેજા સમયે જોડિયાની બે ખાનગી શાળાના સંચાલકો એ પછાત વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી 'ફી' ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે

આર.ટી.ઇ. ૨૦૦૭ હેઠળ વર્ષ ૧૪-૧૫ થી શાળા પ્રવેશ અંગે વર્ષ ૨૦૧૭-૧૮ સુધી આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી 'ફસ' ઉઘરાવામાં આવી હતી જે તે ખાનગીશાળા માં પછાત વર્ગના વિદ્યાર્થી ભણતા હોય છે તેની ફી'સરકાર 'દ્વારા શાળાના ટ્રસ્ટમાં જમા થતી હોય છે. બન્ને બાજુ થી આર્થિક લાભ મુળવવા માટે જોડિયાની ખાનગી શાળાનું ભોપાળુ છતુ થયૂ છે. 'ફી' મામલે પછાત વિદ્યાર્થીના વ્હારે આવતા જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી હાજી બારૈયા એ સ્થાનિક તા. વિ. અધિકારી તથા તાલુકા કુળવણી નિરીક્ષક સમક્ષ પ્રમાણ સાથે મુદ્દો રજુ કરાયો હતો અને આ બનબતે ખાનગી રાળાના સંચાલકો ની પૈસાની ભૂખ જગ જાહેર થયેલ છે.

સ્થાનિક તંત્ર ખાનગી શાળા ના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી ની ચિમકી ઉચારતા અંતે બનને ખાનગી શાળા ના સંચાલકો એ વિદ્યાર્થીઓના વાલિઓને  શાળામાં બોલાવીને 'ફી' ની રકમ પરત કરવાની નોબત આવી હતી બન્ને ખાનગી શાળાઓ દ્વારા આશરે ત્રણ લાખની રકમ ચુકવવા ના અહેવાલ મળી રહ્યા છે.

(12:04 pm IST)