Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ધોરાજી વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી પાસે બેનર્સ લગાવાયા

ધોરાજી તા ૧૮ : ધોરાજી પંથકમાં આવેલ ભાદર નદી, વેણું, મોજ સહીત નદીઓમાં ગેરકાદે ખનીજ પતન થતું હોવાની બાબત જગ જાહેર છે. નદીઓમાંથી રેતીચોરી નો મોટો કાળો કારોબાર ચાલી રહયો છે જેની સામે ધોરાજી- ઉપલેટા વિસ્તારના ધારા સભ્યએ વિધાન સભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ત્યારે સરકાર દ્વારા કોઇ નકર કાર્યવાહી ન થતા ધોરાજી કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઇ રાખોલીયા, વિઠલભાઇ હિરપરા, ચીરાગભાઇ વોરા, સહીત કોંગ્રેસના આગેવાનોએ ધોરાજીના દરબારગઢ પાસે આવેેલ મામલતદાર કચેરી સામે બેનર લગાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બેનરમાં લખાયુ હતુ કે  '' ધોરાજીમાં ગુજરાત સરકારનું નદી ખનીજ માફીયાઓનું રાજ ચાલે છે '' આવા બેનરો શહેરમાં વુદા જુદા વિસ્તારમાં લગાવી આશ્ચયજનક વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરોકત મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ રાખોલીયાએ જણાવેલકે ભાદર એ લોકમાતા છે આપણી સંસ્કૃતિમાં નદીઓ પૂજનીય ગણાઇ છે જયારે ભાદર નદીમાં રેતી ચોરી જાવી એ અત્યંત નીંદનીય બાબત છે. રાજય સરકારે આવી ખનીજચોરી કરનાર સામે સખત કાર્યવાહી કરવી જોઇએ. તેમજ ભાદર નદીના કાંઠે ખનીજ માફીયાઓ ખેડુતોને ડરાવી-ધમકાવી ખેતરોમાં રસ્તો આપવા મજબુર કરે છે અને  ઓવર લોડેડ રેતીના ટ્રકોને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા ની હાલત  કફોડી બને છે તેવું જણાવ્યું હતું

(11:59 am IST)