Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જસદણ તાલુકાના વિરનગર ગામે ડેમોની કામગીરીની માહિતી ખાતાના અધિકારીઓ દ્વારા મુલાકાત

જસદણ :૧૮ જસદણ તાલુકામાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના નીચે ચેકડેમો તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે કામોનું માહિતી ખાતાના અધિકારીઓ એ સ્થળ પર આવી નિરીક્ષણ કરેલ હતું અને કામગીરીની વિગતો મેેળવેલ હતી.

આ સુજલામ સુફલામ યોજનાને રાજયભરમાં સારો પ્રતિસાદ મળ્યો છે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખુદ આ યોજનામાં જાતે દેખરેખ રાખી આ યોજના નો પુરો લાભ રાજયને મળે ખેતી કરતા ખેડુતોને મળે તે માટે તેઓના પ્રયત્નો છે. ત્યારે આ વિરનગર ગામે માહિતી અધિકારીઓ સાથે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, પરેશભાઇ રાદડીયા, અરજનભાઇ રામાણી, અશોકભાઇ મામલતદાર ઓફીસ ના સર્કલ શકિતસિંહ ગોહિલ સહીત ઉપસ્થિત રહી આ કામગીરીની વિગતો આપેલ હતી.

(11:56 am IST)