Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પડધરીના નાની અમરેલીમાં દાઝી ગયેલી ગર્ભવતી પૂજાબેન વરૂનું મોત

પંદર દિવસ પહેલા ભરવાડ મહિલા રસોઇ બનાવતા દાઝી ગઇ'તી : જન્મ થતા બાળકીનું પણ મોત નિપજયું

રાજકોટ, તા. ૧૮ : પડધરીના નાની અમરેલી ગામમાં રહેતી ભરવાડ મહિલા રસોઇ બનાવતી વખતે દાઝી જતા તેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નાની અમરેલીમાં રહેતી પૂજા જીજ્ઞેશભાઇ વરૂ (ઉ.વ.રપ) ગત તા. ૩૦/૪ના રોજ પોતાના ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ભરવાડ મહિલાને ગર્ભ હતો તેણે તા. ર/પના રોજ પુત્રીને જન્મ આપતા તેનું પણ મોત નિપજયું હતું. જયારે ગઇકાલે ભરવાડ મહિલાએ દમ તોડી દીધો હતો. મૃતક પૂજા ગોંડલમાં માવતર ધરાવતી હતી, તેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ દૂધનો વેપાર કરે છે તેને સંતાનમાં એક પુત્રી છે. આ અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)