Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

માજી મંત્રી જયંતીભાઈ કવાડીયા પાસેથી ગેંગસ્ટર રવિ પુજારીના નામે ૫ લાખની ખંડણી માંગનાર આશિષ શર્મા મુંબઈથી પકડાયો

મેં ગેંગસ્ટર રવિ પુજારી કા આદમી અર્જુન બોલ રહાહું, પાંચ લાખ ભેજ દે યા ફીર બિમા ઉતરવાલે... તેવો ફોન કરી ખંડણી માંગી પતાવી દેવાની ધમકી આપી'તી : રેન્જ આઈ.જી. ડી.એન. પટેલ, ઈન્ચાર્જ એસ.પી. અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસ તથા ટુકડીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચની મદદથી આશિષને ઝડપી લીધોઃ આશિષ અગાઉ ૫ થી ૬ ફિલ્મ કલાકારો પાસેથી ગેંગસ્ટર રવિ પુજારીના નામે ખંડણી માંગી'તી

તસ્વીરમાં પકડાયેલ ખંડણીખોર શખ્સ સાથે મોરબી પોલીસનો કાફલો નજરે પડે છે

મોરબી, તા.૧૮: રાજયના માજી મંત્રી જંયતિભાઇ કવાડીયા પાસેથી ગેંગસ્ટર રવિ પુજારીના માણસ તરીકે ઓળખ આપી ૫ લાખની ખંડણી માંગનાર શખ્સને મોરબી કાઇમ બ્રાંચે મંુબઇની કાઇમ બ્રાંચની મદદથી મુંબઇમાંથી દબોચી લીધો હતો.

ખળભળાટ મચાવતા આ બનાવની વિગત એવી છે કે,  રાજયના પૂર્વ મંત્રી જયતીભાઈ કવાડિયા ના પી.એ. રવિ સનાવડા એ ડિવિઝન માં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૧૬ ના રોજ સવારના સમયે હું નવા બસ સ્ટેન્ડ સામે રહેતા જયતીભાઈ નિવાસસ્થાન હું ગયો હયો જેમાં તે જેટલા લોકોના મિસ કોલ થયેલા હતા તેની સાથે વાત કરતા હતા જેમાં એક નમ્બર પર યોગ્ય રીતે વાત ન કરતા મંત્રી જાતે તેમનો પી.એ તરીકે વાત કરેલ તે શખ્સ એવું કહ્યું કે હું રવિ પૂજારી નો માણસ બોલું છું અને ફોન કાપી નાખ્યો હતો થોડી વાર પછી મેસજ માં ધમકી આવી અને બપોરના સમયે જયારે ફોન પર બીજી વાર વાત થતા હિન્દી ભાસમાં વાત કરતા તેને કહ્યુ હતુ કે મેં રવિ પૂજાર આદમી અર્જુન બોલ રહા હું ૫ લાખ ભેજ દે યા ફિર બીમાં ઉતરવા લે ત્યારે જયતીભાઈ રૂપિયા કયાં આપવાનું કેહત મુંબઈ સરનામું આપ્ત પૂર્વ મંત્રી રૂપિયા તેમનો મિત્ર આપી જશે તેવી ખાતરી આપી એને બે કલાક સુધી રૂપિય ન પહોંચતા તેને ફરી ફોન આવ્યો ત્યારે જયતીભાઈ તેમનો મિત્ર બહાર છે તેવી વાત કરતા ફોન કરનાર ગુસ્સે થ્યો હતો રૂપિયા ઓછા લેવા પણ રકઝક થતી હતી જે બાબતે એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધ્યા હતી જેમાં પોલીસ ગુનો નોંધી આરોપી ને જડપવા કાર્યવાહી હાથ ધરી છે અને એક ટિમ મુંબઇ રવાના થઈ હતી.

બનાવની ગંભીરતા જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.૫ટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણા તુરત જ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.ટી.વ્યાસ તથા પો.હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ ચૌધરી, રજીકાન્તભાઇ કૈલા, પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા તથા દશરથર્સિહ પરમારની એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસમાં મોકલી હતી.

ખંડણીની ધમકી આપનાર શખ્સને દબોચવા મોરબી એલસીબીની ટીમે અમદાવાદ કાઇમબ્રાન્ચનું માર્ગદર્શન મેળવવા ઉપરાંત મુંબઇ પોલીસના ખંડણી વિરોધી દળની મદદ લઇ મોબાઇલ ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ ધંધો, ફિલ્મક્ષેત્રે આસીસ્ટન્ટ ડાયરેકટર રહે. મુબઇ વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો.

મોરબી એલસીબીને હાથે ઝડપાયેલા ફિલ્મ ડાયરેકટરે અગાઉ બોલીવુડના પાંચ થી છ કલાકારો પાસે પણ આવી જ રીતે મોબાઇલ ફોન ઉપર ધમકી આપી ખંડણી માગેલાની કબુલાત આપેલ હતી.હાલમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી પોતે ગેંગસ્ટર રવી પુજારીનો માણસ હોવાની તમામને ખોટી ઓળખ આપી ધમકી આપતો હતો. જેની મુંબઇથી ધરપકડ કરી મોરબી એલ.સી.બી. પોલીસ રવાના થઈ હોવાનું જાણવા મળ્યુ છે.

આજે બપોરે એસ.પી. અક્ષયરાજ મકવાણા આ અંગે સતાવાર પ્રેસકોન્ફરન્સમાં વિગતો જાહેર કરનારા છે.

માજી મંત્રી જયંતિભાઈએ ખંડણીના રૂપિયા મોકલ્યા છે લઈ જાવ.. તેમ કહી આશિષને બોલાવી ઉપાડી લેવાયો

મુંબઈમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચે છટકુ ગોઠવ્યું

રાજકોટ, તા. ૧૮ :. માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીના નામે પાંચ લાખની ખંડણી માંગનાર આશિષ શર્માને મુંબઈથી દબોચી લેવાયો છે ત્યારે તેને ઝડપી લેવા મુંબઈ અને મોરબી ક્રાઈમ બ્રાંચે છટકુ ગોઠવ્યુ હતું અને આ છટકામાં ખંડણીખોર આશિષ આબાદ સપડાઈ ગયો હતો.

પકડાયેલ આશિષ રામનરેશ શર્માએ માજી મંત્રી જયંતિભાઈ કવાડિયાના પી.એ.ને ફોન કરી ૫ લાખની ખંડણી માંગી હતી અન્યથા તેમને અને તેમના પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ એકશનમાં આવેલી મોરબી ક્રાઈમ બ્રાંચે મુંબઈ ક્રાઈમ બ્રાંચની મદદ લીધી હતી. મોરબી ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસ તથા સ્ટાફ તાત્કાલીક મોરબી મુંબઈ દોડી ગયો હતો અને ત્યાં ખંડણીખોર આશિષને ઝડપી લેવા છટકુ ગોઠવાયુ હતું.

મોરબી ક્રાઈમ બ્રાંચ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટુકડીએ એક વ્યકિત મારફત ખંડણીખોર આશિષ શર્માને ફોન કરાવી કહ્યુ હતુ કે, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયાએ ખંડણીના ૫ લાખ રૂપિયા મોકલ્યા છે તે લઈ જાવ... ખંડણીખોર આશિષ શર્માએ નિયત સ્થળે ખંડણીની રકમ લેવા આવવાનું નક્કી કરતા મોરબી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ખંડણી માંગનાર આશિષ શર્મા ૫ લાખની ખંડણી લેવા આવતા જ સાદા ડ્રેસમાં રહેલ મોરબી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટુકડીએ તેને દબોચી લીધો હતો.

ખંડણી માંગનાર આશિષ શર્માએ માજી મંત્રી જયંતિભાઈ કવાડિયાના નંબર વેબસાઈટ પરથી શોધ્યા'તા

રાજકોટ :. માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા પાસેથી ૫ લાખ ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ મુંબઈના આશિષ રામનરેશ શર્મા ખંડણી માંગવા માટે શિકારની શોધમાં સતત વેબસાઈટ પર સર્ચ કરતો હતો. એ દરમિયાન માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા કે જે મોરબીના સિરામીક ઉદ્યોગપતિ છે. તેઓના નંબર વેબસાઈટ પરથી મળી આવતા તે નંબર પર ફોન કરી ૫ લાખની ખંડણી માંગી હતી.

પકડાયેલ આશિષ શર્મા મૂળ યુપીનો છે અને હાલમાં મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રમાં આશિષ ડાયરેકટર તરીકે કામ કરે છે. આ અગાઉ પણ તેણે ફિલ્મ ઉદ્યોગના ૫ થી ૬ કલાકારોને મોબાઈલ ફોન પર ધમકી આપી ખંડણી માંગી હતી. જો કે તેને કોઈએ ખંડણીની રકમ ચુકવી ન હતી.

(4:09 pm IST)