Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વાંકાનેર જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની ફોરમના હોદ્દેદારોની શપથવિધિ

વાંકાનેર, તા. ૧૮ : જૈન સોશ્યલ ગ્રુપ અને જૈન સમાજની મહિલા પાંખની સંગીની ફોરમના હોદ્દેદારો અને કમીટી મેમ્બરનો શપથવિધિ સમારોહ અત્રેની લોહાણા મહાજન વાડીમાં જ્ઞાતિના શ્રેષ્ઠીઓ તથા આમંત્રીત અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

વાંકાનેરમાં તા. ૧૮-પ-૧૯૮૪ના જૈન સોશ્યલ ગ્રુપની સ્થાપના થયેલ. આ સંસ્થા દ્વારા સામાજીક, શૈક્ષણિક અને જીવદયાના કાર્યોમાં સતત જાગૃતતા દાખવે છે. આ સંસ્થાના નવા વર્ષના હોદ્દેદારો અને કમીટીના સદસ્યોનો શપથવિધિ સમારંભમાં જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ અને ઇન્સ્ટોલેશન ઓફીસર રાજકોટના નિલેશભાઇ કામદાર, ગાંધીધામના રાજેશભાઇ શાહ, ભુજના જયેશભાઇ શાહ, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી રાજકોટના સેજલભાઇ કોઠારી, મોરબીના કેતનભાઇ મહેતા, સુરેન્દ્રનગરના પરેશભાઇ શાહ સહિતના ઉપપસ્થિતિમાં યોજાયો હતો.

જેમાં જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ પદે સચીન શાહ, આઇ.એફ.પી. પદે સંજયભાઇ વખારીયા, ઉપપ્રમુખપદે ઉમેશભાઇ સોલાણી, સેક્રેટરી પદે રીતેશ મહેતા, જોઇન્ટ સેક્રેટરી સુનિલ દોશી, ટ્રેઝરર-જીજ્ઞેશ દોશી સાથે કમીટી મેમ્બર ચિંતન મહેતા, ભરતભાઇ સંઘવી, સચીન સંઘવી, મીહીર દોશી અને રાજુભાઇ શાહ તેમજ જૈન સોશ્યલ ગ્રુપ સંગીની ફોરમમાં પ્રમુખ પદે દિપ્તીબેન શાહ, આઇ.એફ.પી. સેજલબેન દોશી, ઉપપ્રમુખ પદે સરયુબેન પટેલ, સેક્રેટરી પદે ખુશ્બુબેન મહેતા, ટ્રેઝરર-રૂપલબેન શાહ સાથે કમીટી મેમ્બરમાં સ્મિતાબેન વખારીયા, જયશ્રીબેન સોલાણી અને નીક્કીબેન દોશીએ શપથ ગ્રહણ કર્યા હતાં.

જૈન સમાજના યુવા અગ્રણી શ્રી મનીષભાઇ મુકુંદરાય દોશીએ સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા બેસ્ટ ઝોન ઓર્ડીનેટરનો ગૌરવ એવોર્ડ મેળવી વાંકાનેર જૈન સોશ્યલ ગ્રુપનું નામ રોશન કર્યું છે સાથે વાંકાનેરની આ સંસ્થાના ૩૪ વર્ષ ના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રીજીયન ટીમમાં સ્થાન મેળવવા બદલ મનીષભાઇ એમ. દોશીનું કાર્યક્રમ શિરમોર સન્માન કરવામાં આવ્યું હતું.

મંચસ્થ મહેમાનો અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓએ વાંકાનેર જૈન સોશ્યલ ગ્રુપની સેવાઓને બીરદાવી હતી. શપથવિધિ સમારોહમાં સંગીની ફોરમના ચેમ્બરો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વર્ષ ર૦૧૮-૧૯ના ઉપરોકત નવા હોદ્દેદારો ને સૌ એ શુભેચ્છાઓ આપી હતી.

સફળ બનાવવા રાજુભાઇ પટેલ, મનીષભાઇ શાહ, રીતેષભાઇ મહેતા, સચીનભાઇ સંઘવી, જીતેશભાઇ દોશી, રાજુભાઇ શાહ, ચિંતનભાઇ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(11:38 am IST)