Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

બોટાદના એપીએલ ધારકોને ૧લી ડીસેમ્બરથી પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરાશે

બોટાદ, તા.૧૮: બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ શહેરના તમામ એપીએલ કેટેગરીના કેરોસીન રેશનકાર્ડ ધારકોએ તારીખ ૩૦-૧૧-૨૦૧૮ સુધીમાં સ્વખર્ચે પીએનજી / એલપીજી કનેકશન મેળવી લેવાનું રહેશે. તારીખ ૧-૧૨-૨૦૧૮ થી બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ શહેર વિસ્તારના એપીએલ કેરોસીન રેશનકાર્ડ ધારકોને પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.

(11:37 am IST)