Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

હારશે કોરોના..જીતશે મોરબી : ગરબે ઝૂમી 'માં' ની આરાધના કરતા દર્દીઓ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ સેન્ટરમાં દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દૂર કરવાની અનોખી પહેલ

મોરબી : એનેકવિધ ખૂબીઓની સાથે ભારે ખુમારી ધરાવતા મોરબીવાસીઓએ ભૂતકાળમાં પણ બબ્બે કુદરતી આપતી વખતે ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈને અકલ્પનિય વિકાસ કર્યો હતો તેનાથી સમગ્ર દેશ જ નહીં દુનિયા પણ પરિચત છે.ત્યારે આ મોરબીવાસીઓની લોહીમાં રહેલી ખુમારી સામે કોરોનાની શુ વિસાત ? ખરેખર મોરબીવાસીઓની ખુમારી નજરોનજર નિહાળવી હોય તો યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત સર્વ સમાજ માટેના કોરોના કેર સેન્ટરની મુલાકાત લો તો આપોઆપ ખબર પડશે કે  કોરોના હોવા છતાં ત્યાંના હળવાફૂલ વાતાવરણથી દર્દીઓ કોરોનાને હરાવવા કેટલા કટિબદ્ધ છે.

મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની ભાવના અખંડિત રાખીને તમામ સમાજના જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલીક આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવન રાબારીની આગેવાનીમાં દર્દીઓને સઘન સારવારની સાથે કોરોનાનો હાઉ મનમાંથી દૂર કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને દર્દીઓને કુદરતી વાતાવરણમાં અલગ અલગ બેસાડી ડીજેના સથવારે ગરબા કે ભજનની ઘુન વગાડવામાં આવે છે. જેમાં દર્દીઓ ભક્તિમય બનવાની સાથે ગરબાની તાલે રીતસર ઝૂમી ઉઠે છે. જેથી કોરોનાના હાવ મનમાંથી ગાયબ થઈ જાય છે. તેમજ દર્દીઓને આ કોવિડ સેન્ટર ભારેખમ ન લાગે અને ઘર જેવું જ લાગે તે માટે પરિવારજન જેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. પરિવારમાં જેમ કાળજી લેવામાં આવે તેજ રીતે દર્દીઓની નાનામાં નાની બાબતની કાળજી લઈને પરિવારજનો જેવી જ હૂંફ આપે છે. ખાસ કરીને મનમાંથી કોરોનાનો હાઉ દૂર થાય એટલે ઝડપથી દર્દીઓ સાજા થઈ જાય છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપના કોરોના કેર સેન્ટરમાં સેવા આપતા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ અને નર્સ દર્દીઓ સાથે આત્મીયતા કેળવી પરિવારજનોની હૂંફ સાથે આપી રહેલી ઉમદા ફરજ બિરદાવા લાયક છે.
અનેક સેવાકીય, સામાજિક,ધાર્મિક, શૈક્ષણિક કાર્યોમાં રચનાત્મક અભિગમ સાથે યોગદાન આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના અગ્રણીઓ દેવેનભાઈ રબારી તેમજ દિલીપભાઈ બરાસરા (પત્રકાર) ના માર્ગદર્શન હેઠળ ગ્રુપના સભ્યો માનવ સેવાની જ્યોત પ્રજલવિત કરી રહ્યાં છે.

(11:57 pm IST)
  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 5:54 pm IST

  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST

  • વોલ્વોના નવ ડ્રાઈવર-કંડકટરને કોરોના વળગ્યો: અમદાવાદ એસ.ટી બસ વોલ્વોના 9 ડ્રાઈવર-કંડક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે access_time 9:04 pm IST