Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

કચ્છ જિલ્લામાં રેમડેસિવિરની ઉપલબ્ધતા અંગે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો

કચ્છ જિલ્લામાં કોવીડ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે ત્યારે દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડવા સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા પુરવઠા અધિકારીને નોડેલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શનના નિયંત્રણ અન્વયે જિલ્લા કક્ષાએ મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જન કચેરી ખાતે અલાયદો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

 આ કંટ્રોલ રૂમના ફોન નં.

૦૨૮૩૨ ૨૫૦૧૫૦ છે જ્યારે જી.કે. જનરલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિંમત કતીરા
૯૬૮૭૬૮૪૨૩૦ પર સંપર્ક કરી શકાશે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં
જણાવાયું છે.

(8:44 pm IST)