Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં અજય લોરિયા અને તેની ટીમ સેવા આપવા તૈનાત

(પ્રવિણ વ્યાસ દ્રારા )મોરબી :મોરબી સિવિલ હોસ્પિટલ ઘણી બધી મુક્શેલીઓ વચ્ચે ડોક્ટર સહિતનો સ્ટાફ દર્દીઓની સેવા કરીર રહ્યો છે અને ટાંચા સાધનોમાં દર્દીઓને સારવાર આપી રહ્યો છે પરંતુ છતાં પણ અનેક મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે સેવાભાવી અજય લોરીયા દર્દીઓની વ્હારે આવીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી માટે તેઓની ટીમ તૈનાત કરી દીધી છે.

 


સેવા કાર્યમાં હમેશા તત્પર રહેતા અજયભાઇ લોરીયાએ રેમડેસીવીરની અછત દરમિયાન પોતાના ખર્ચે રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવીને દર્દીઓ સુધી પહોંચાડ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલના સ્ટાફ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન કલેકટ કરવાનો સમય ન હોય તેઓ પોતાની ટીમ રાખીને ઇન્જેક્શન કલેક્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું સેવા કાર્ય કરી રહ્યા છે. સિવિલમાં સ્ટાફની અછતને પગલે રાત્રીના સમયે ઓક્સિજનનો બાટલો બદલાવવાવાળું કોઈ ન હોય જેથી દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડતી હોઉં ત્યારે અજયભાઇ લોરીયા મેદાને ઉતર્યા છે. તેઓએ પગારધોરણ ઉપર યુવાનોની ટીમ રાખીને ઓકિસજનના બાટલા બદલાવવા સહિતની કામગીરી કરાવવાની જાહેરાત કરી દીધી હતી.જેને પગલે કેટલાક યુવાનોએ તેમનો સંપર્ક કર્યો હતો. અને તેઓએ પગાર ઉપર નહિ પણ સેવા કાજે તેઓની સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં આ યુવાનો અજયભાઇ લોરીયાની સાથે સિવિલ હોસ્પિટલમાં તૈનાત થઈ ગયા છે. તેઓ અત્યારે સ્ટાફની કામગીરી કરી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.

(6:29 pm IST)