Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબીના બાપા સીતારામ ચોક નજીક ઇકો કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્રારા )મોરબી :મોરબીમાં રોંગ સાઈડમાં આવતી ઈકોના ચાલકે મોટર સાઈકલને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી  છે

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ પાટીદાર નગર ભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો રમેશ પોતાનું મોટર સાઈકલ જીજે ૨૧ એસ ૮૨૦૮ બાપા સીતારામ ચોક ગીતાપાન વાળી શેરીમાં રોડની સાઈડમાં ઉભું રાખીને ઉભો હોય દરમિયાન આરોપી ઇકો કાર જીજે ૦૩ એચકે ૦૬૬૦ વાળી પુર ઝડપે રોંગ સાઈડમાં ચલાવી આવીને રમેશભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડી તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાની ઇકો કાર મૂકી નાસી ગયેલ હોય અને બાદમાં રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તાપસ ચલાવી છે

(6:28 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ સાથે 500થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા access_time 8:55 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • બાબા બર્ફાની એટલે કે અમરનાથની યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. યાત્રા શરૂ થાય તે પહેલા અમરનાથ ગુફામાં શિયાળા દરમિયાન બનેલા બરફના શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ એકદમ મોટું છે. બાબા અમરનાથનો પહેલો ફોટા જે સામે આવ્યો છે તેમાં શિવલિંગ સંપૂર્ણ કદમાં જોવા મળી રહ્યું છે. હર હર મહાદેવ... access_time 4:28 pm IST