Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ધોરાજીના મોટીમારડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 બેડનૂ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

રાજકોટ જિલ્લા ભાજપના સહયોગથી નાના એવા ગામમાં કોવિડ સેન્ટરની મંજૂરી મળી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના એ માઝા મૂકી છે ત્યારે દર્દીઓને રહેવા માટે એક પણ હોસ્પિટલ ખાલી નથી આવા સમયે રાજકોટ જિલ્લા ભાજપ  દ્વારા ધોરાજી તાલુકાના મોટી મારડ ખાતે તાત્કાલિક અસરથી કોવિડ કેર સેન્ટર શરૂ થાય તે બાબતે પ્રયાસ કરતા ગ્રામજનોને ફાયદો થયો હતો

ધોરાજી તાલુકા ના મોટીમારડ સહિતના ગામીણ વિસ્તારો માં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધી રહેલ છે ત્યારે કોરોના સંકમણ અટકાવવા માટે ગામજનો ને મોટીમારડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સારવાર મળી રહે તે માટે મોટીમારડ બેઠક ના જીલ્લા પંચાયત ના સભ્ય વિરલભાઈ પનારા, મોટીમારડ સરપંચ જગદીશ ભાઈ અધડૂક સહિતના અગણી ઓ એ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી તેમજ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી ને મોટીમારડ ગામે કોવીડ હોસ્પીટલ શરૂ કરવા રજૂઆત કરાઈ હતી જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા મોટીમારડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 બેડ નૂ કોવિડ હોસ્પિટલ મંજૂર કરાયૂ છે જે અંગે બ્લોક હેલ્થ ઓફિસર  ડો.વાછાણી એ જણાવેલ કે ટૂંક સમયમાં જ મોટીમારડ હોસ્પિટલ ખાતે કોવીડ હોસ્પીટલ શરૂ થનાર છે
આ અંગે મોટીમારડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના અધીક્ષક ડો જીવાણી, ડો બંશી ,ડો સોદરવા સહિતના હોસ્પિટલ નો નસીગસ્ટાફ દ્વારાં કોવીડ હોસ્પીટલ શરૂ કરવા નો ધમધમાટ શરૂ કરાયો છે આ અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના અધીક્ષક ડો જીવાણી એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોટીમારડ ગામે કોવીડ દદી ઓ ને સારવાર મળી રહે તે માટે કોરોના પોઝીટીવ દદી ઓ માટે હોસ્પિટલ શરૂ કરવા ની મંજૂરી અપાઈ છે હાલ માં આ હોસ્પિટલ ખાતે 12 બેડ મંજૂર કરાયાં છે.  
આ સમયે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી એ યાદીમાં જણાવેલ કે સમગ્ર રાજકોટ જિલ્લામાં કોરોના મહામારી ના સમયમાં હોસ્પિટલોમાં જગ્યા ખાલી નથી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી ગ્રામીણ લેવલ સુધી covid કેર સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપતા તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લાના અનેક ગામો ની અંદર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે મોટીમારડ નાના એવા ગામમાં પણ બાર બેડ નું કોવિંદ કેર સેન્ટર ની મંજૂરી મળી છે જેથી ગ્રામજનો અને આ બાબતે ફાયદો થશે તેમજ સમગ્ર રાજકોટ જિલ્લામાં તબક્કાવાર અત્યારે આયોજન ચાલી રહ્યું છે ધોરાજી ઉપલેટા જામકંડોરણા જેતપુર ગોંડલ જસદણ વિછીયા ભાયાવદર મોટી પાનેલી કોટડાસાંગાણી લોધીકા વગેરે ગામો મા પણ કોવિડ કેર સેન્ટર  વિવિધ સમાજ દ્વારા તેમજ જે જગ્યાએ હોસ્ટેલ તેમજ હાઇસ્કુલ ખાલી પડી હોય ત્યાં શરૂ થાય તે બાબતના પણ પ્રયાસો હાથ ધર્યા છે

(6:20 pm IST)