Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ધ્રોલમા ૧૨ દિવસ સુધી બપોરના ૨ વાગ્યા બાદ સ્વચ્છાએ લોકડાઉન દુધીની ડેરી સાજ ૬ થી ૮ ખુલ્લી રહેછે : વેપારી એસોસિયેશન નિર્ણય

ધ્રોલ શહેર અને તાલુકાના કોરોના ના મૃત્યુ અને કોરોના સંક્રમણથી દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોય જેને લઇને ધ્રોલ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અલગ-અલગ વેપારીઓ એસોસિયનની મીટીંગ કરવામા આવી ધ્રોલ શહેરના તમામ નાના મોટા વેપારીઓ તારીખ ૩૦/૪/૨૦૨૧ સુધી ૨:૦૦ બાદ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા ના એટલે સમય દરમિયાન સવારથી બપોર સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવાના રહેશે તેમ જ દૂધનું વેચાણ કરતા વેપારીઓને બપોર બાદ સાંજના ૬ થી ૮ બે કલાક માત્ર દૂધ દહીં છાશ માખણ નો વેપાર કરવાનો રહેશે દરેક વેપારીઓને પોતપોતાના ધંધા-રોજગારા ૨ વાગ્યા બાદ બંધ રાખવામાં અને સહકાર આપવા અપીલ કરી છે તેમજ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે બપોર બાદ જરૂરી હોય તો જ બહાર નીકળવું કારણ વગરનું બહાર નીકળવું નહીં તમામ સાવચેત રહો સુરક્ષિત ઘરમાં રહો.

(6:18 pm IST)