Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબી સિવિલમાં પોલીસ વિભાગ દ્વારા મૂકવામાં આવેલ બોડીમાં જીવાંત અને ઇયળો પડી ગઈ !

મોરબી પંથકમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક અઠવાડિયા પહેલા મૂકવામાં આવી હતી જો કે ત્યારબાદ તેની કોઈ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી જેથી આ બોડીની અંદર જીવાત અને ઇયળો પડી ગઈ હતી અને ત્યારબાદ આજે સેવાભાવી મહિલા અને યુવાનો સહિતના લોકો દ્વારા બિન વરસી બોડીની અંતિમ વિધિ કરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અધિકારી અને પદાધિકારી દ્વારા સાત દિવસ સુધી શા માટે થઈને આ બોડીનો નિકાલ કરવામાં આવ્યો ન હતો ?

છેલ્લા થોડા દિવસોથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક દિવસમાં એકી સાથે અનેક બોડિનો નિકાલ કરવામાં આવે છે જોકે તે તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓની બોડી હોય તેવું અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ જોકે મોરબી પંથકમાંથી મળી આવેલ બિન વરસી બોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવી હતી જે બોડીની અંદર જીવાત અને ઇયળો પડી ગઈ હતી જે બોડીનો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે આજે નિકાલ કરવામાં આવેલ છે
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએથી બિનવારસી હાલતમાં કોઈ પણ વ્યક્તિની બોડી મળી આવે તો તેને ત્રણ દિવસ સુધી રાખવામાં આવે છે ત્યારબાદ તેની અંતિમ ક્રિયા પૂરી કરવામાં આવતી હોય છે જોકે સાત દિવસથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવેલ આ બિનવારસી બોડીની કોઇ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી જેથી કરીને આ બોડીની અંદર જીવાતો અને ઈયળો પડી ગઈ હતી ત્યારબાદ આજે મોરબી સિવિલ હોસ્પિટલેથી સેવાભાવી મહિલા હસીનાબેન લાડકા અને સોનાપુરી સ્મશાન ગૃહ સાંભળતા પ્રહલદસિંહ સહિતના સેવાભાવીએ દ્વારા આજે આ બોડીની અંતિમક્રિયા કરવામાં આવી છે
અત્રે સવાલએ ઊભો થાય છે કે, મોરબી સિવિલમાંથી રોજે ઘણા દર્દીઓના મોત થાય છે તેમાં કોરોનાના દર્દીની સંખ્યા વધુ છે ત્યારે આ બોડીનો સાત દિવસ સુધી શા માટે નિકાલ કરવામાં આવ્યો નહીં અને જીવાત પડી ત્યાં સુધી તેની દરકાર ન લેવામાં આવી ? ત્યારે હોસ્પિટલ અને પોલીસ વિભાગના જે અધિકારીઓ અને કર્મચારીઓએ બેદરકારી રાખી હોય તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે

(11:48 pm IST)