Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

'ન્યાય 'યોજનાથી ગરીબોને મદદ અને અર્થતંત્રને સંજીવની મળશે :રાહુલ ગાંધી

ભુજમાં જાનડી જનમેદનીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને અમીરોની સમર્થક ગણાવી

 

ભુજ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મોડીસાંજે  ભુજમાં જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢાંઢેરામાં સમાવિષ્ટ ન્યાય યોજનાથી ગરીબોમાં ઘરમાં પૈસા આવશે અને રૂપિયાનો ઉપયોગ થવાથી બજારમાં રોનક વધશે જેનો સીધો ફાયદો રોજગારીના સર્જનમાં થશે

   રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા દેશ છોડીને ભાગી ગયેલા કરોડોના કૌભાંડીઓનો ઉલ્લેખ કરીને હાલની સરકાર અમીરોની સરકાર હોવાનો આરોપ લગાવી કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં ન્યાય યોજનાનો અમલ કરવાનીને દેશની પાંચ કરોડ મહિલાના ખાતામાં દર મહિને હજાર લેખે વાર્ષિક 72 હજાર રૂપિયા જમા કરાવશું તેમ જણાવ્યું હતું

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી સીધા જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર બપોરે 3.30 કલાકે આવ્યા હતા.. જૂનાગઢથી તેઓ બાય રોડ વંથલી પહોંચ્યા હતા..સાંજે ચાર વાગે જૂનાગઢ અને પોરબંદર લોકસભાના મતદારોને સંબોધન કર્યું હતું.. રાહુલ ગાંધી જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશ માટે પ્રચાર કર્યો હતો  ત્યાર બાદ તેઓ વિમાન માર્ગે ભૂજ ગયા હતા

 રાહુલ ગાંધીએ  ભૂજમાં નરેશ મહેશ્વરી માટે સભા સંબોઘી હતી બાદમાં તેઓ અહીંથી દિલ્હી જવા માટે રવાના થશે શુક્રવારે તેઓ સવારે સુરત એરપોર્ટ આવશે. 19મી એપ્રિલના રોજ તેઓ સવારે 10 વાગ્યે બારડોલીના બીજાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે.

(10:30 pm IST)