Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બાલાચડી સૈનિક સ્કુલમાં પદગ્રહણ સમારોહ સંપન્ન

જામનગર તા ૧૮ :  તાજેતરમાં સૈનિક સ્કુલ બાલાચડી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના પૂર્વ વિદ્યાર્થી લેફટીનન્ટ જનરલ અસિત મીસ્ત્રી, એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ. જનરલ ઓફીસર કમાન્ડીંગ, હેડ કવાટર દિલ્હી એરીયા હાજર રહ્યા હતા. મુખ્ય અતિથીશ્રી દ્વારા શોૈર્ય સ્થંભ- શહિદ સ્મારક ખાતે ફુલહાર ચઢાવ્યો હતો.

સૈનિક સ્કુલ બાલાચડીના પ્રિન્સિપાલ ગૃપ કેપ્ટન રવીન્દરસિંહે મુખ્ય અતિથીનું સ્કૂલના  મુખ્ય સભાખંડમા  ં શાબ્દીક સ્વાગત કર્યુ હતું, અને ત્યારબાદ પસંદગી પામેલા  સ્કૂલ કેપ્ટન સહિત શૈક્ષણિક, રમત-ગમત, સાંસ્કૃતિક, કવાટર માસ્ટર અને સદન કેપ્ટનોએ પદગ્રહણ કર્યુ હતું. આ  કેપ્ટનોની પસંદગી  નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ, રમત-ગમત પ્રવૃતિ, નેતૃત્વ ગુણ વગેરેના આધારે કરવામાં આવી હતી, જેથી તેઓ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બની શક ે છે, અને સ્કૂલની શૈક્ષણિક, શારીરીક અન ે સહ  અભ્યાસિક  પ્રવૃતિઓની કામગીરી સરળ બની શકે.

મુખ્ય મહેમાનશ્રીએ   પોતાના  વકતવ્યમાં નવાનિમણુંક પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેેમણે વિદ્યાર્થીઓને નેતૃત્વના  ગુણ વિકસાવવા અને આ સ્પર્ધાત્મક વિશ્વમાં લોકોની અપેક્ષા સંતોષી સફળતા હાંસલ કરવા જણાવ્યું હતું. તેેમણે સૈનિક  સ્કૂલ બાલાચડિમાં અભ્યાસ કરતા હતા, તે દરમિયાનના સ્મરણો વાગોડયા હતા, અને દેશના ભાવી લીડરો તૈયાર કરતા સ્કૂલના તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. આ અવસરે મુખ્ય અતિથી દ્વારા નવનિર્મિત '' લીડર ગેલેરી'' નુ઼ ઉદ્ઘાટન  કરવામા ં આવ્યું હતું. આ પ્રેરણાત્મક હોલથી વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય  પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરવાની  પ્રેરણા મળશે, અને સંરક્ષણ દળમાં જોડાય દેશની સેવા કરી શકશે.

(12:31 pm IST)