Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ધોરાજીમાં મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી

ધોરાજીઃ ચેત્રસુદ તેરસનો શુભ દિવસ એટલે જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ છે ત્યારે વિશ્વભરના જૈન ધર્મીઓ મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની આનંદ ઉલ્લાસ અને ભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં પણ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ધોરાજી જૈન સમાજે આનંદ ઉલ્લાસ અને ભાવપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં સવારે ૯ વાગ્યે પૂજય આચાર્ય ભગવંત પ્રદીપચંદ્ર સુરીવરજીની પાવન નિષ્ઠામાં પ્રભુજીની પાલખી સાથે ભવ્ય રથયાત્રા નીકળી શાંતિનાથ જિનાલય સોની બજારમાંથી મહાવીર સ્વામીના જયઘોષ સાથે પ્રયાણ કરી શહેરના રાજમાર્ગો પર ફરી પ્લોટ દેરાસરજી દર્શન અર્ચન કરી ફરી શાંતિનાથ જિનાલયે પરત ફરી હતી. જેમાં બહોળી સંખ્યામાં જૈન ધર્મીઓ જોડાયા હતા. આ તકે આ રથયાત્રામાં ધોરાજી પોલીસ દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ધર્મેન્દ્રભાઈ બાબરીયા)

(12:30 pm IST)