Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ધોરાજીમાં મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે નીકળેલ પાલખી રથ યાત્રા

ધોરાજી, તા.૧૮: ધોરાજી સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ દિવસ એટલે જન્મ કલ્યાણક મહોત્સવ સમગ્ર વિશ્વભરમાં જૈન ધર્મીઓ દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે ધોરાજી જૈન સમાજમાં પણ આનંદ અને ઉત્સાહ સાથે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં ધોરાજી ખાતે પૂજય આચાર્ય ભગવંત પ્રદીપચંદ્ર સુરેશ્વરજી પાવક નિશ્રામાં પ્રભુજીની પાલખી સાથે ભવ્ય રથયાત્રા સોની બજાર ખાતે આવેલ શાંતિનાથ જીનાલય ખાતેથી મહાવીર સ્વામીના જયદ્યોષ સાથે જૈનમ જયતિ શાસનમ ના નારા સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

આ શોભાયાત્રામાં તપગચ્છ જૈન સંઘ ધોરાજીના પ્રમુખ વીરાભાઇ સુખડિયા લોકાગછ જૈન સંઘના પ્રમુખ નગીનભાઈ વોરા જૈન જાગૃતિ સેન્ટરના સ્થાપક પ્રમુખ તેમજ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા નિરંજન યુવા ગ્રુપના વિપુલભાઈ મહેતા ચિરાગભાઈ વોરા તેજસ ભાઈ મહેતા ધવલભાઇ સંઘવી દીપકભાઈ શાહ વિગેરે જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા શોભાયાત્રા સોની બજાર જૈન દેરાસર ખાતેથી પ્રારંભ થઈ મેન બજાર સિંધી કાપડ બજાર ત્રણ દરવાજા સ્ટેશન રોડ ખાતે નૂતન જિનાલય ખાતે પહોંચ્યા બાદ ત્યાંથી એ જ માર્ગે પરત સોની બજાર જૈન દેરાસર ખાતે પૂર્ણ થયેલ હતી.

બાદ જૈન સમાજ ખાતે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ હતું રથયાત્રાના માર્ગો ઉપર ગરીબ લોકોને અનુકંપાદાન પણ કરવામાં આવેલું હતું

ધોરાજીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં સમસ્ત જૈન સમાજ જોડાયો હતો.(તસ્વીર કિશોરભાઈ રાઠોડ.ધોરાજી)

(12:29 pm IST)