Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રમેશભાઇના વિજય સરઘસમાં હું ચોક્કસ આવીશ : સ્મૃતિ ઇરાની

ગોંડલમાં જાહેર સભા ન સંબોધી : વિડીયો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ

ગોંડલ, તા. ૧૮ :  ગોંડલમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગઇકાલે જાહેર સભામાં સંબોધનાર હતા પરંતુ તેઓની સભા રદ થઇ હતી.

પરંતુ આ સભા રદ કરવામાં આવી હતી.

જે અંગે સ્મૃતિ ઇરાની સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થયો હતો. જેમાં સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, મારે અમેઠી તાત્કાલીક પહોંચવાનું હોવાથી હું જાહેર સભા સંબોધી નહીં શકું.

પરંતુ રમેશભાઇ ધડુકના વિજય સરઘસમાં હું ચોક્કસ આવીશ.

ગોંડલ શહેરમાં ભાજપ દ્વારા સાંજના ૪-૩૦ કલાકે શેડ શો અને માંડવી ચોક ખાતે સ્મૃતિ ઇરાજી ની હાજરીમાં જાહેર સભમાનું આયોજન કર્યુ હતું પરંતુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાીને સોમનાથથી ગોંડલ આવવામાં બે કલાક જેટલું મોડું થઇ જતા તેઓ માત્ર ગોંડલમાં આવી તુરંત જ રાજકોટ નીકળી ગયેલ હતા માંડવી ચોક ખાતે યોજાયેલ જાહેર સભામાં ગોંડલ નગરપાલિકા વિકાસ ઝુંબેશ પાર્ટીના સદસ્ય જીગ્નેશ ધીરૂભાઇ ઠુંમરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જયારે પાસ કન્વીનર મહેશભાઇ ખૂંટ, કોલીથડના માજી સરપંચ રાજેશભાઇ દુધાત્રા તેમજ ધીરૂભાઇ કુંભાણી, રાજેશભાઇ પાનસુરીયા, બાબુભાઇ ચોથાણી, જીતુભાઇ માલવિયા, સંદીપભાઇ ધડુક તેમજ ભરતભાઇ સાકરીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

(12:29 pm IST)