Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કાલે ગોંડલમાં શોભાયાત્રાઃ બજરંગબલીનો નાદ ગુંજશે

સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ ૭૦૦ થી વધુ બાઈક સાથે બજરંગી યુવાનો જોડાશેઃ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાશેઃ તરકોશી હનુમાનજી મંદિરે મહાઆરતી- મહાપ્રસાદઃ વિ.હી.પ.-બજરંગ દળનું આયોજન

રાજકોટ,તા.૧૮: હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોજન્મના સેવક, મહાબલી બજરંગબલી એવા, હનુમાનજી મહારાજનો જન્મદિવસ ચૈત્ર સુદ પુનમના દિવસે સમગ્ર દેશમાં ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. ગોંડલમાં આવતીકાલે તા.૧૯ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક વિશાળ શોભાયાત્રા ગોંડલના મુખ્ય વિસ્તારમાં નીકળશે, વિવિધ ફલોટસ અને કેશરી ઝંડી સાથે આશરે ૭૦૦થી વધુ બાઈક સાથે બજરંગી યુવાનો જોડાશે અને મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવશે. આ શોભાયાત્રાનું સમાપન દેવપરા ખાતે આવેલ તરકોશી હનુમાનજી મંદિર ખાતે થશે.

જેમાં ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્યશ્રી પુ.ડો.રવીદર્શનજી મહારાજ, રામજી મંદિરના લઘુ મહંત પૂ.જયરામદાસબાપુ, સ્વામિનારાયણ મંદિર નાની બજારના પૂ.સરજુ સ્વામી, કષ્ટભંજન મંદિરના પૂ.શ્રી હરિસ્વામી, વડવાળી જગ્યાના પૂ.સીતારામબાપુ, મામાદેવ મંદિરના પૂ.ચંદુબાપુ, અમર દેવાંગીધામના પૂ.મુનાબાપુ, અન્નક્ષેત્રવાળા પૂ.ચંદુબાપુ અગ્રાવત, નૃસિંહ મંદિરના પૂ.અતુલબાપુ, લાલદાસબાપુ અન્નક્ષેત્રના પૂ.રામદાસબાપુ, રામજી મંદિરના પૂ.કીશનદાસબાપુ, ભૂરાબાવા ચોરાના પૂ.બાલકદાસબાપુ, ખેતરવાળા મેલડી માતાજી મંદિર, પૂ.રમેશાનંદગીરીબાપુ વગેરે સંતોની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં ગોંડલ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહેશે.

આ આયોજનને સફળ બનાવવા જુદા જુદા હિન્દુ સંગઠનના હોદેદારો હિરેનભાઈ ડાભી, ડો.નિર્મળસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, ભુપતભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ પંડ્યા, મહેશજી કોલી, રશ્મિનભાઈ અગ્રાવત, હર્ષદભાઈ રામોલીયા, રાજુભાઈ મકવાણા, ગોપાલભાઈ  ભુવા, બકુલભાઈ વ્યાસ, વૈભવભાઈ ગણાત્રા, હિતેશભાઈ શિંગાળા, પ્રતિકભાઈ રાઠોડ, ચિંતનભાઈ ગેડિયા, વિપુલભાઈ જાદવ, કૌશિકભાઈ નેનુજી તથા સહયોગી સંસ્થા યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે ૮૨૩૦૮ ૮૨૩૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં સર્વશ્રી હિરેન ડાભી, ડો.નિર્મળસિંહ ઝાલા,  ભુપતભાઈ ચાવડા, રશ્મિનભાઈ અગ્રાવત, હર્ષદભાઈ રામોલીયા, વૈભવભાઈ ગણાત્રા, કમલેશભાઈ ગોહેલ, હિતેશભાઈ શિંગાળા, પ્રતિકભાઈ રાઠોડ, ચિંતનભાઈ ગેડિયા, રાહુલભાઈ રાદડિયા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૦.૨)

શોભાયાત્રા રૂટ

ગુંદાળા રોડ રામ બંગલા પાસેથી પ્રસ્થાન, બસ સ્ટેન્ડ ચોક, વછેરાવાડા મેઈન રોડ, ગુંદાળા દરવાજા, જેલ રોડ, ભગતસિંહ ચોક, રામદુત હનુમાનજી મંદિર, ઉદ્યોગ ભારતી ચોક, નાની બજાર, માંડવી ચોક, સેન્ટ્રલ સીનેમા ચોક, કોલેજ ચોક, શ્યામવાડી ચોક, ભુવનેશ્વરી રોડ, શ્રી તરકોશી હનુમાનજી મંદિર, પાસે પુર્ણાહુતિ

(12:28 pm IST)