Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જામજોધપુર શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ

૩૯મો પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞઃ જલયાત્રા, બટુક ભોજન, શ્રી રામધુન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૮ :.. જામનગર જીલ્લાના જામજોધપુરમાં  શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે કાલે તા. ૧૯ ને શુક્રવારે ભવ્યતાથી શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે.

શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, રેલ્વે સ્ટેશન પાસે, શ્રી રોકડીયા હનુમાનજી ભકત મંડળ -જામજોધપુર દ્વારા ગુરૂવર્ય લખુદાદા લખુભાઇ પાબારીના સાનિધ્યમાં ૩૯ મો પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત કાલે તા. ૧૯ ને શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે જલયાત્રા, ૯ વાગ્યે યજ્ઞનો પ્રારંભ, બપોરે ૧૧ વાગ્યે બટુક ભોજન, સાંજે પ વાગ્યે યજ્ઞ પુર્ણાહૂતિ - બીડુ હોમ કરવામાં આવશે. રાત્રીના ૯ થી ૧ર દરમિયાન શ્રી રામધુનનું આયોજન કરાયુ છે.

યજ્ઞના આચાર્યપદે કર્મકાંડ ભુષણ શ્રી બાલકૃષ્ણ પી. જોષી અને ઉપાચાર્ય તરીકે વિનોદરાય પી. જોષી બિરાજશે.

ભાવિકોને શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ૩૯ મો પંચકુંડી શ્રીરામ મહાયજ્ઞનો લાભ લેવા શ્રી રોકડીયા હનુમાનજી ભકત મંડળ જામજોધપુર, તથા શ્રી લખુભાઇ પાબારી (લખુદાદા) મો. ૯૪ર૭ર ૮૪પ૬૧, ફોન નં. રર૧૩૩૪ અથવા રર૦પર૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:27 pm IST)