Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મોરબીમાં ચૂંટણી ફરજ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ

મોરબી તા.૧૮: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર આગામીતા. ૨૩ના રોજ મતદાન યોજાનાર છે જો કે ચૂંટણીમાં ફરજ બજાવતા પટ્ટાવાળા, ડ્રાઇવર, ઝોનલ ઓફિસર અને પોલીંગ સ્ટાફ સહિતનો સ્ટાફ મતદાનના અધિકારથી વંચિત ના રહી જાય તેથી આજે સર્વિસ વોટર માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું. જેનું સેકન્ડ રેન્ડમાઈઝેશન થઇ જતાં ચૂંટણીતંત્ર દ્વારા તમામ સ્ટાફને અંતિમ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં મોરબીની વીસી હાઇસ્કૂલ ખાતે મોરબીમાં ફરજ બજાવતા ૩૭૫ જેટલા પુરૂષ કર્મચારીઓ અને ૧૭૯ મહિલા કર્મચારીઓએ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

ચૂંટણીમાં વિવિધ સ્થળે તેમને ફરજ પર મોકલાય છે જેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ તકે ડે. કલેકટર શિવરાજસિંહ વડાલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:16 pm IST)