Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વાંકાનેરમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની પ્રેરણારૂપ ઉજવણીઃ ર૧૦૦ લાડુનું વિતરણ

વાંકાનેર તા. ૧૮ :.. જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ધર્મ-ભકિત સાથે ર૧૦૦ લાડુનું પ્રસાદ રૂપે વિતરણ કરી સૌના મોઢા મીઠા કરાવ્યા હતાં.

૮૪ લાખ જીવયોનીમાં ભ્રમણ કરી રહેલા જીવાત્માઓ, રાગદ્વેષ, વિષય-કષાય, મોહ-માયા, કામ-ક્રોધ, લોભ-લાલચમાં સંસારમાં ભટકી રહ્યા છે. દુઃખોની હારમાળા સર્જી રહેલા આવા જીવનમાંથી મુકિત મેળવવાનો માર્ગ ભગવાન મહાવીરના જૈન દર્શનમાં મળી રહે છે.

જૈન શ્રાવકો-શ્રાવિકાઓ ભગવાન મહાવીરના જીવનમાંથી પ્રેરણા લઇ દર્શન-વંદન-પુજન, સામાયિક-પ્રતિક્રમણ બાર વ્રતોનું પાલન કરતા, કર્મનિર્જરા કરતા દર્શન જ્ઞાન ચારિત્ર્યની સાધના કરી સિધ્ધિપદને પામે એવા ભાવો સાથે ભગવાનની વાણી પોતાના સાંસારીક જીવનમાં ઉતારે એજ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની સાચી ઉજવણી તેમ સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી રવિન્દ્રગુણાશ્રીજીએ પોતાના વકત્વમાં જણાવેલ.

દિગ્મબર જૈન સંઘની ભગવાન મહાવીરની પાલખી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરેલ. ભગવાના જન્મ કલ્યાણની ઉજવણીને યાદગાર અને પ્રેરણારૂપ બનાવવા અજરામર એકેટીવ એસોર્ટના યુવાનો દ્વરા બે હજાર એકસો લાડુનું ચાવડી ચોકમાં પ્રસાદરૂપે વિતરણ કરી સૌના મોઢા મીઠા કરાવ્યા હતાં.

(12:15 pm IST)