Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉપલેટામાં ફરીથી સમળીનો ત્રાસ : ચાર મહિલાઓના સોનાના ચેઇનની મોટર સાઇકલ ઉપર આવી ચીલઝડપ

ઉપલેટા, તા. ૧૮ : તાજેતરમાં અહીંના જુદા જુદા વિસ્તારોમાંથી બપોરના સમયે એકલી જતી મહિલાઓના ગળામાંથી એકટીવા મોટર સાઇકલમાં આવેલા બે અજાણ્યા તસ્કરોએ ડોકમાંથી સોનાનાચેઇનની ચીલઝડપ કરી ફરાર થઇ જતા પોલીસમાં ફરીયાદ થવા પામેલ છે.

જેમાં અહીંની ઘોડાસરા સ્કૂલ પાસેથી કિંજલબેન અશ્વિનભાઇ લાડાણીના ડોકમાંથી ૪ તોલાનું મંગળસુત્ર કિંમત રૂા. ૮૪૦૦૦/- તેમજ અહીંના ટોલીયા રોડ ઉપર  દિનાબેન હિતેશભાઇ દવેના ડોકમાંથી ર૧ ગ્રામ સોનાનો ચેઇન કિંમત રૂા. ૪ર૦૦૦ તથા લલીલતાબેન મનસુખભાઇ કાલાવડીયાનો રૂા. પર૦૦૦નો સોનાનો ચેઇન તથા હર્ષાબેન હેમંતભાઇ મેવાળાના ડોકમાંથી ૮ ઇંચનો સોનાનો ચેઇન કિંમત રૂા. ૧૦૦૦૦નો ચારેય મહિલાઓના ડોકમાંથી ચીલઝડપ કરી બે ઇસમો ફરાર થઇ ગયાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાયેલ છે જેની તપાસ પીએસઆઇ વસાવા ચલાવી રહેલ છે.

(12:10 pm IST)