Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઉમરાળામાં વંથલીનો શખ્સ જામગરી સાથે ઝડપાયો

ભાવનગરઃ ચોગઢ ગામથી ધારૂકા જવાના રસ્તેથી (તાલુકો ઉમરાળા) આરોપી હનીફભાઇ ફકીરાભાઇ નથવાણી ઉ.વ.૩૦ રહેવાસી મુળ ગામ વંથલી જી. જુનાગઢ હાલ સરદાર આવાસ, કલ્યાણનગરરોડ, વલ્લભીપુર જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ આપી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ ની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

(12:08 pm IST)