Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતિની ઉજવણી

ગામે-ગામ બટુક ભોજન, મહા આરતી, ધૂન-ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૧૮: કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

સૂર્યમુખી હનુમાનજી

સપડાઃ કાલાવડ તા.ના સપડા ગામે આવેલ સૂર્યમુખી દલુડીયા હનુમાનજી મંદીરે આવતીકાલે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવાશે તથા પ્રસાદીનો લાભ લેવા દરેક ભકતજનોને ચેતનદાસબાપુએ જણાવ્યુ છે

હડમતીયા (ગોલીડા)

હડમતીયા (ગોલીડા): રાજકોટ તાલુકાના હડમતીયા (ગોલીડા) ગામે ખીજડાવાળા શ્રી પંચમુખી હનુમાનજીની જગ્યામાં કાલે શુક્રવારના રોજ હનુમાન જયંતિનાં દિવસે સવારે પૂજન, આરતી, થાળ, બટુક ભોજન તેમજ નવા મંદિરનો ધ્વજારોહણ અને જીર્ણોધ્ધાર કાર્યક્રમ અને મારૂતિ હવનનું આયોજન રાખેલ છે. તો સર્વે ભાઇઓ-બહેનો તેમજ ભકતોને મહાપ્રસાદ લેવા તેમજ હનુમાન જયંતિ મહોત્સવમાં સહભાગી થવા જગ્યાનાં મહંત શ્રી ૧૦૮ હનુમાનદાસ તુલસીદાસે આમંત્રણ પાઠવ્યું છે.

ફુલીયા હનુમાનજી

ફુલીયા હનુમાનજી મંદિરે સુંદર કાંડ પાઠનું તથા રાત્રે ધૂન મારૂતિ નવરાત્રી મંડળ તથા વઘાસીયા પરિવાર દ્વારા ઘણા સમયથી વનુબાપા ખોખરીયા હનુમાનના મંદિરે સેવા પુજા કરે છે. સુભાષભાઇ પંચોલી પૂજાર છે. પાંચવડા ચોકડી ભાવનગર રોડ આટકોટ ફુલીયા હનુમાનજી મંદિર પણ હનુમાન જયંતિ નિમિતે આયોજન કરેલ છે.

ગોંડલ

ગુલમહોર રોડ ઉપર બાલા હનુમાન મંદિર ખાતે ગૌહત્યા અટકે, પ્રલય નિવારણ, વિશ્વશાંતિ જેવા વિવિધ ઉમદા હેતુઓથી છેલ્લા ૩૯ વર્ષથી બ્રહ્મમંત્રની અખંડ ધૂન ચાલી રહી છે. તા. ૧૯ના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારે ૫ વાગ્યે પ્રભાસ ફેરી સવારે ૬.૩૦ વાગ્યે આરતી, સવારે ૮ થી ૧૧.૩૦ સુધી સુંદરકાંડના પાઠ તેમજ સામુહિક અખંડ ધૂન, બપોરે ૧૧.૩૦ વાગ્યે આધ્યાત્મિક પ્રવચન બાદ બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન થયું છે. ધર્મોત્સવનો લાભ લેવા શ્રી સત્યયુગ સંસ્થાપન અધ્યાત્મિક અખંડ ધૂન મંડળના મુખ્ય સંચાલક પ્રવિણસિંહ જાડેજા (ભગતબાપુ) તથા ધૂન મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

ગોંડલ-આટકોટ હાઇવે ઉપર આવેલા ખારચીયા (હનુમાન) ગામે આવેલા પાોૈરાણિક હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ ઉજવવામાં આવનાર છે. બપોરે ૧૧ વાગ્યે મહાપ્રસાદ તથા બપોરે ૩ વાગ્યે રથયાત્રાનું આયોજન થયું છે. ધર્મલાભ લેવા ખારચીયા હનુમાન ગામ સમસ્ત દ્વારા યાદીમાં જણાવાયું છે.

(12:07 pm IST)