Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જામનગરમાં મતદાન જાગૃતિ હેઠળ શપથ કાર્યક્રમ :

જામનગર : આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે ૧૨ જામનગર સંસદીય બેઠક માટે તા.૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમુલ્ય યોગદાન આપી લોકશાહી મજબૂત થાય તે હેતુથી હું અવશ્ય મતદાન કરીશના શપથ લેવાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં દિવ્યાંગ ભાઇઓ તથા બહેનોએ આપણો મત અમુલ્ય હું મતદાન અવશ્ય કરીશ ના બેનર પર સહી કરી હતી અને મતદાન એ જ મહાદાનનો સંકલ્પ કરી સેલ્ફી ઝોનમાં દિવ્યાંગોએ ફોટા પડાવ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોમાં મતદાન જાગૃતિ આવે એ હેતુથી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ અને જેમાં દિવ્યાંગોએ પરસ્પર એકબીજાને મતદાન હોવાનો ગર્વ છેના બેલ્ટ બાંધ્યા હતા. દિવ્યાંગો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં એસેસીબીલીટી ઓબઝર્વર આર.એમ.જાદવ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક જામનગર મહાનગર પાલીકાના કમિશ્નર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મિતાબેન જોષી, સ્વીપના નોડલ ઓફીસરશ્રી અફસાના મકવા, રમત ગમત અધિકારી નીતા વાળા સમાજ સુરક્ષા અધિકારી મોરી, પ્રયાસ પેરેન્ટસ એશો.ના ચેરમેન પુજાબેન પટેલ, એજયુકેશન ડાયરેકટર બીનાબેન દવે, દિવ્યાંગ જિલ્લા આઇકોન જીમીશ પારેખ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. શપથ કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોની તસ્વીર.

(12:05 pm IST)