Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પ્રભાસપાટણ સોમનાથમાં શાદરાપીઠમાં કલાત્મક ગેટ સહિતની સુવિધામાં વધારો

પ્રભાસપાટણ શારદાપીઠમાં આવેલ આકર્ષક ગેટ તથા બાજુમાં સદાનંદ સરસ્વતીજી મહારાજની કલાત્મક તસ્વીર નજરે પડે છે.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસપાટણ તા.૧૮: સોમનાથ ખાતે ત્રિવેણી સંગમની બાજુમાં વિશાળ જગ્યામાં શારદા પીઠ મઠ આવેલ છે. આ જગ્યાનાં દર્શનાર્થે સમગ્ર દેશભરમાંથી દર્શનાર્થીઓ આવે છે જેથી આ શારદા પીઠની સુવિધામાં વધારો થાય તે માટે સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં માર્ગદર્શન મુજબ શારદા પીઠ સોમનાથનાં વ્યવસ્થાપક અવધેશ મહારાજ દ્વારા આ ભવ્ય અને દિવ્ય કલાત્મક પથ્થરનાં ગેટનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં એક ગેટ શારદા પીઠ દ્વારા બનાવવામાં આવે છે જયારે બીજો ગેટ અમદાવાદનાં અનિલાબેન નરેન્દ્રભાઇ પટેલ તરફથી બનાવવામાં આવેલ છે જે યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

તેમજ આગામી દિવસોમાં પ૦૦થી વધુ લોકો એકસાથે બેસી શકે તેવો ભાગવત એ.સી. હોલ પણ શારદામઠનાં બાંધકામનાં ચેરમેન અને વિદ્વાન બ્રાહ્મણ કીર્તિદેવ શાસ્ત્રીનાં સહયોગથી ટૂંક સમયમાં બનશે અને આ એ.સી. હોલ માત્ર ટોકન ચાર્જથી આપવામાં આવશે.

આમ આ શારદા મઠનાં વ્યવસ્થાપક અવધેશ મહારાજનાં સતત પ્રયત્નોને કારણે શારદા મઠમાં સતત સુવિધામાં વધારો થઇ રહેલ છે અને તેનો લાભ દેશભરમાંથી આવતા યાત્રિકોને થઇ રહેલ છે.

તસ્વીરમાં પથ્થરનો નમુનાદાર સુંદર ગેટ નજરેે પડે છે અને બાજુમાં સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની તસ્વીર છે.

(9:31 am IST)