Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

હળવદમાં શ્રી મહાવિર જયંતિની ઉજવણી

 હળવદઃ જૈન શ્ વેતાંબર મૂર્તિપૂજક સંઘ, હળવદ દ્વારા ગઇકાલે શ્રી મહાવિર જયંતિ નિમિતે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવેલ. સત્ય અને અહિંસાના મહાન ઉપાસક હતા. જૈન ધર્મની વર્તમાન ચોવીસીમાંના છેલ્લા ચોવીસમાં તિર્થકર હતા. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો-અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહતો ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથે પ્રસ્થાપિત કરેલ જૈેનો આ જન્મજયંતિને જન્મ કલ્યાણ કહે છે. ગઇકાલે હળવદમાં જૈન દેરાસરમાં મંગલપ્રભાતિયા, પૂજન, પ્રભુજીની નયનરમ્ય અંગ રચનાઓ કહી હતી તેમજ હળવદમાં નૂતન જીનાલય માટે ભિટ્ટ શિલા તથા ખુરશિલા, સ્થાપન વિધિ, શિલાપૂજન વિધી, શિલા સ્થાપન વિધાન તથા મહાનુભાવોના બહુમાન સમારંભ તેમજ નવકારશી જમણ રાખવામાં આવેલ. આ સમગ્ર કાર્ય માટે શ્વેતાંબર મૂતિપૂજક જૈન સંઘના યુવાન કાર્યકરોએ જહેમત ઉઠાવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ હરીશ રબારી)

(9:30 am IST)