Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભારતીય ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની કોંગ્રેસના મહામંત્રીપદે વરણી

અમદાવાદ: થોડા દિવસ પહેલા જ કોગ્રેસમાં જોડાયેલા ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયના બા જાડેજા કોંગ્રેસના મહામંત્રી બનાવાયા છે. નયના બા જાડેજાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહિલા કોગ્રેસના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોપવામાં આવી છે. અને તેઓએ હવે કોંગ્રેસનો પ્રચાર પણ પણ શરૂ કરી દીધો છે.

મહત્વનું છે, કે કાલાવાડ ખાતે હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં નયના બાએ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આમ, એક જ પરિવારના બે સદસ્યો રાજકારણમાં વિરોધી બની ગયા છે. એક તરફ ભાભી છે, જે ભાજપના છે, તો નણંદ નયનાબા કોંગ્રેસી બની ગયા છે. ત્યારે જાડેજા પરિવાર દૂધ અને દહી બંનેમાં પગ મૂકતુ જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ભાજપમાંથી જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત સામે આવી હતી, જેના બાદ ભાજપે પૂનમ માડમને આ બેઠક પરથી રિપીટ કર્યા હતા. તો બીજી તરફ, હાર્દિક પટેલે જ્યારથી પાટીદાર આંદોલન શરૂ કર્યું હતું, ત્યારથી જ તેણે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કાલાવાડ પર વધુ ભાર મૂક્યો હતો. તેમજ હાર્દિક પોતે પણ કોંગ્રેસ તરફથી જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાનો હતો. તેથી તેની અસર પણ હાલ જોવા મળી રહી છે તેવું કહી શકાય.

(5:35 pm IST)