Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભાવનગરના જન્મદિનની ઉજવણીઃ રાજવી કૃષ્ણકુમારસિંહજીનાં સમાધી સ્થળે પુષ્પાંજલીઃ

કલા અને સંસ્કારી નગરી ભાવનગરનો આજે ૨૯૬મો જન્મદિવસ છે. ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે ઇ.સ. ૧૭૨૩ ને અખાત્રીજનાં પવિત્ર દિવસે અઢી  પહોર ચઢે આજનું જે ગોળબજાર છે ત્યા થાંભલી રોપી આસોપાલવનું તોરણ વાવ્યું હતું ભાવનગરના જન્મ દિવસની ઉજવણી ચાર દિવસ ની રહી છે. ભાવનગરવાસીઓ એ ભાવનગરના રાજવીઓને આજે પુષ્પાંજલી અર્પણ કરી છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવનગર નાંં જન્મ દિવસની રંગારંગ ઉજવણી કરાઇ હતી.

પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની સમાધી સ્થળે આજે ભાવનગરવાસીઓ એ ભાવનગરના જન્મદિવસે પુષ્પાંજલી અર્પણ કરી હતી. દેશની આઝાદી બાદ સોૈપ્રથમ પોતાનું રજવાડુ દેશને અર્પણ કરનાર ભાવનગર જેને માટે ગોૈરવ થઇ શકે છે તેવા સ્વ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભાવેણા કયારેય ભુલી નહી શકે. (તસ્વીરઃ અહેવાલ :મેઘના વિપુલ હિરાણી - ભાવનગર) (૧.૧૩)

(2:49 pm IST)