Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વેરાવળમાં સીડીએથી લપસી પડતાં ઘવાયેલા ખારવા મહિલાનું મોત

ગંગાબેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: વેરાવળ સોમનાથનમાં રહેતાં ગંગાબેન કાનજીભાઇ વાડર (ખારવા) (ઉ.૪૫) નામના મહિલા ૧૪મીએ સાંજે ઘરની અગાસીએ સુકેવલા કપડા લેવા ગયા ત્યારે પરત નીચે આવતી વખતે સીડી પરથી લપસી પડતાં ઇજા થતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાગળો કરી વેરાવળ પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:07 pm IST)