Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોરબંદરમાં રીનોવેશનના કારણે શહેરથી દૂર સ્થળાંતર કચેરીઓ પુનઃ મૂળ જગ્યા કાર્યરત કરાશે..?

પોરબંદર, તા. ૧૮ : શહેર મધ્યે જુની હજુર કોર્ટ બિલ્ડીંગમાં બેસતી સીટી મામલતદાર અને પુરવઠા કચેરી અને જનસંપર્ક વિભાગ શહેરથી ૭ કીમી દૂર જિલ્લા સેવા સદન ખાતે સ્થળાંતર કરવામા આવેલ છે. આ કચેરીના સ્થળાંતર અંગે બીલ્ડીંગમાં રીનોવેશનનું કારણ દર્શાવવામાં આવ્યું છે ત્યારે પુનઃ શહેર મધ્યે આ સ્થળાંતર કરાયેલ કચેરી કાર્યરત કરવામાં આવશે કે કેમ ? તે પ્રશ્ન છે. બીજી બાજુ જુની હજૂર કોર્ટમાં મ્યુઝીયમ બનાવા અંગે ચર્ચા ચાલે છે.

શહેર મધ્યે રેશનકાર્ડ સહિત લોકોની જરૂરીયાતવાળા કામો અને અરજદારોની આવનજાવન વધુ હોય તેવી કચેરીઓના સ્થળાંતરને બદલે જૂની કલેકટર કચેરી બિલ્ડીંગમાં બેસતી ખાણ ખનિજ લેબર સહિત કચેરીઓના સ્થળાંતર કરવા જોઇએ તેવી માંગણી થઇ રહી છે. કચેરીના સ્થળાંતરને લીધે લોકોને આવકના દાખલા રેશનકાર્ડ વગેરે કામગીરી માટે શહેર દૂર જિલ્લા સેવા સદનમાં ધક્કા ખાવા પડે છે. સામાન્ય અરજદારોને શહેરથી દૂર આવન જાવન માટે રીક્ષાનો ખર્ચ પોષાતો નથી. શહેરમાં સીટી બસ પણ બંધ છે ત્યારે અરજદારોની વ્યથા તંત્ર સમજે તેવી માંગણી થઇ છે. (૮.૯)

(1:04 pm IST)