Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

મોરબીઃ દુષિત પાણીથી ત્રાહિમામઃ રાબેતા મુજબ દેખાવો થતાવેંત ગાજર પકડાવી દીધા

મોરબી,તા.૧૮: નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી સ્વસ્તિક સોસાયટી, લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ અને નક્ષત્ર એપાર્ટમેન્ટમાં નળમાં દુષિત પાણી વિતરણ થતું હોવાથી રહીશોની ધીરજ ખૂટી હતી અને મહિલાઓ સહિતનુ ટોળું પાલિકાએ દોડી ગયું હતું જોકે રાબેતા મુજબ પાલિકા મુખ કે ચીફ ઓફિસર હાજર ના હોય જેથી ટોળાએ પાલિકાના કર્મચારી સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં એક માસથી નળમાં પાણી દુષિત આવે છે જેમાં દુર્ગંધ પણ આવે છે.તાકીદે શુદ્ઘ પાણી આપવામાં આવે.જોકે પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદારો હાજર જોવા મળતા નથી અને રાબેતા મુજબ પાલિકાના કર્મચારીએ ટોળાને ખાતરીનું ગાજર આપી પરત મોકલ્યા હતા. દુષિત પાણીનો પ્રશ્ન યથવાત રહ્યો છે.

(12:05 pm IST)